________________
૧૪૬ શ્રીગૌસ્તુભ
[નવમી છે, તેથી જણાય છે કે સંતોષજ પુરુષને પરમ નિધિ છે.
વળી સંતોષ એ સુખનું મૂલ છે. શ્રી મનુસ્મૃતિમાં પણ એમજ કહ્યું છે -
"संतोषं परमास्थाय सुखार्थी संयतो भवेत् । - સંતોષનૂ fટ્ટ સુહ સુકારામૂ વિપર્યા. ” ૬ અર્થ –સુખનું મૂલ સંતોષ છે, ને દુઃખનું મૂલ તૃષ્ણ છે, માટે સુખને ઈચ્છનારા પુરુષે પ્રમાદથી રહિત થઈ સંતોષને આશ્રય ગ્રહણ કરવા જોઈએ.
શ્રી ગવાસિષ્ટમાં પણ નીચેના વડે સંતોષનું શ્રેષપણું દર્શાવ્યું છે –
"संतोषैश्वर्यसुखिनां चिरं विश्रांतचेतसाम् । *" * પ્રાથમ િપતાનાં રાતે "
અર્થ–સંતોષરૂપ ઐશ્વર્યવડે સુખી, દીર્ધકાલથી વિશ્રાંત ચિત્તવાળા ને શાંત એવા પુરુષોને ચક્રવર્તી રાજ્ય પણ શુષ્ક તૃણની પેઠે તુચ્છ પ્રતીત થાય છે.
૩ આસ્તિકથ શાસ્ત્રોક્ત ધર્માધર્મવિષે, તેના ફલવિષે તથા પરમેશ્વરના અસ્તિત્વવિષે જે દઢ વિશ્વાસ તે આસ્તિક્ય છે.
જેમ ટાઢ અને ગરમી દેખાતાં નથી, પણ તે ત્વચા પર અસર કરે છે તેમ ધર્મ અને અધર્મ કરતી વેલા બહુધા અનુકૂળતાનું કે પ્રતિકૂળતાનું ભાન કરાવતા નથી, પણ તેમને પરિપાક થયે કર્તાને અવશ્ય અનુકૂલતાનું કે પ્રતિકૂળતાનું ભાન કરાવે છે. માટે વિવેકીએ ધર્મનું પાલન કરવું, ને અધર્મથી દૂર રહેવું. આ જગતમાં પ્રાણીઓની જે ભિન્ન ભિન્ન પ્રકારની સ્થિતિ જોવામાં આવે છે તે તેમનાં પૂર્વજન્મનાં શુભાશુભ કર્મોના ફલરૂપ છે એમ સમજવું, તેમાં સંશય ન રાખે.