________________
૧૧૮
શ્રીગકૌસ્તુભ
[ આઠમી
ને વ્યભિચાર તથા માદક વસ્તુના વ્યસની ન થવું, કારણકે એવાં કામમાં ચિત્ત લાગ્યા પછી પ્રસંગવશાત્ મનુષ્યને ચોરી કરવાનું મન અવશ્ય થાય છે.
૪ બ્રહ્મચર્ય ઉપસ્યુટ્રિયના યથાર્થ સંયમને બ્રહ્મચર્ય કહે છે. શ્રીગભાષ્યમાં પણ “દક્ષત્ર મુદ્રિવારથી રંજન " (ગુપ્તદિયરૂપ ઉપસ્થને દઢ નિગ્રહ તે બ્રહ્મચર્ય) એ વચનથી બ્રહ્મચર્યનું લક્ષણ એમજ ગયું છે. શ્રીયા વક્ષસંહિતામાં પણ નીચેના દ્વારા તેનું એવુંજ નિરૂપણ કર્યું છે –
"कर्मणा मनसा वाचा सर्वावस्थासु सर्वदा । सर्वत्र मैथुनत्यागो ब्रह्मचर्य प्रचक्षते ॥"
અર્થ–મન, વાણી ને શરીરથી સર્વ અવસ્થાઓમાં સર્વદા સર્વત્ર મૈથુનને ત્યાગ કરી તે બ્રહ્મચર્ય કહેવાય છે.
બ્રહ્મચારીએ કામેલીપક વસ્તુઓ વાપરવી નહિ, તેમજ કામદ્વીપક સ્થલેમાં જવાની કે રહેવાની ઈચ્છા ન કરવી, તથા તેવાં સ્થલેમાં નિવાસ પણ ન કરે. શંગારરસનાં પુસ્તક વાંચવાં કિવા સાંભળવાં નહિ, કેમકે ચિત્તનો શબ્દાદિ વિષયોમાં ચાંટવાનો સ્વભાવ છે, માટે જે પુસ્તકમાં વિષયનું ને વિન સાધનનું મોહક વર્ણન કર્યું હોય એવાં પુસ્તક વાંચવાસાંભળવાથી તથા રાગપૂર્વક રીઓને કે સ્ત્રીઓની પ્રતિમાને જેવાથી ચિત્તમાં સ્ત્રીના સમાગમની ઈચ્છા ઉપજવાને સંભવ રહે છે. બ્રહ્મચર્ય સિદ્ધ કરવા ઇચ્છનાર ત્યાગિજનેએ સર્વ સ્ત્રીઓ સાથેના ને ગૃહસ્થોએ સ્વકીયાવિનાની સ્ત્રીઓસાથેના આઠ પ્રકારના મૈથુનને ત્યાગ કરવો જોઈએ. તે મૈથુનનાં પષ્ટ અંગે શ્રીદક્ષસંહિતામાં નીચે પ્રમાણે કહ્યાં છે –
" ब्रह्मचर्य सदा रक्षेदष्टधा लक्षणं पृथक् । . स्मरणं कीर्तनं केलिः प्रेक्षणं गुह्यभाषणं ॥