________________
પ્રભા ]
યમનિરૂપણ
૧૧૭
કરવું તે અતિશ્રેષ્ઠ છે. સત્ય એ સ્વર્ગારોહણની નિસરણી જેવું અને સંસારની નૌકા જેવું છે. સત્યથી પવિત્રતમ બીજે કઈપણ ધર્મ આ જગતમાં શપતાં ન મળ્યો. સહસ્ત્ર અશ્વમેધય અને સત્ય એ બંનેને તુલામાં (તાજવામાં) રાખીને જેઓ તે સહસ્ત્ર અશ્વમેધયોથી સત્યજ વધારે થયું. વિદ્યાના જેવું અન્ય નેત્ર નથી, અને સત્યના જેવું અન્ય તપ નથી.
૩ અસ્તેય નિષિદ્ધ રીતે બીજાનું દ્રશ્ય ગ્રહણ ન કરવું, એટલે કે જેનું કાંઈ મૂલ્ય થાય એવી કોઈ વસ્તુ તેના સ્વામીની અનુમતિવિના ન લેવી તે અસ્તેય કહેવાય છે. શ્રીયાજ્ઞવલ્કયમુનિ પણ નીચેના કથી અસ્તેયનું વર્ણન એવી રીતનુંજ કરે છે –
"कर्मणा मरसा वाचा परद्रव्येषु निःस्पृहा। * સરસ્વૈમિતિ નિમરતરશfમઃ in”
અર્થ–મન, વાણી અને કર્મવડે પરદ્રવ્યમાં જે નિસ્પૃહતા છે તેને તત્વદર્શી ઋષિઓ અસ્તેય કહે છે.
તે અસ્તેયનું પાલન કરવાથી ગસાધકને સર્વ શુભ વસ્તુઓની અનાયાસે પ્રાપ્તિ થાય છે. - જે વસ્તુને કોઈપણ સ્વામી હોય તે વસ્તુ તેના સ્વામીની
અનાવિના ઉપયોગમાં ન લેવી, ને અનાયાસે હાથ આવેલી વસ્તુઓને સ્વામી શેધી તેને તે વસ્તુઓ સોંપવા પ્રયત્ન કરો. જે તેને સ્વામી જણવામાં ન આવે અથવા જાણવામાં આવવાને સંભવ ન જણાય તે તે વસ્તુ તે પ્રદેશના કોઈ યોગ્ય રાજ્યધિકારીને તેની ગ્ય વ્યવસ્થા કરવા સારુ સોંપવી. શરીરે કરીને જેમ મેરી થાય છે તેમ મને કરીને પણ ચેરી થાય છે, માટે મનમાં પણ કેઈની કઈ વસ્તુ લેવાને વિચાર ન કરો, અથવા મનમાં તે ઘાટ પણ ન ઘડો.
વિષયોતેજક ખાનપાનાદિમાં સ્પૃહા ન રાખવી, છૂત ન રમવું