SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ શ્રીયોગકૌસ્તુભ [ સાતમી યોગાભ્યાસી યોગાભ્યાસમાં અપ્રમત્ત થાય છે. યોગાભ્યાસ માટે બેસવાની ભૂમિ સમાન જોઈએ તે પૂર્વે કહેવાઈ ગયું છે. આસપાસની ભૂમિથી ચાર આંગળ ઉંચું ને બે હાથ લાંબુંપહોળું મૃત્તિકાનું કિવા કાછનું આસન કરે તો પણ વિરોધ નથી. તેવા આસન પર પ્રથમ દર્ભ કિવા દર્ભાસન, તે ઉપર મૃગાજિત, (મૃગછાલા) કિવા વ્યાઘ્રચર્મ (વાઘાંબર) ને તે ઉપર ઊનનું વસ્ત્ર પાથરી તે પર યોગાભ્યાસીએ યોગાભ્યાસ કરવો. શ્રીભગવદ્દગીતામાં નીચેના કથી એજ વાર્તા પ્રતિપાદન કરી છે शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः ॥ नात्युच्छ्रितं नातिनीचं चैलाजिनकुशोत्तरम् ॥ અર્થ:–અતિઉંચું નહિ, તેમ અતિનીચું નહિ, જેમાં નીચે દ, તે પર અજિન ને તે પર વસ્ત્ર પાથરેલ હોય એવું પિતાનું સ્થિર આસન પવિત્ર દેશમાં સ્થાપન કરીને ગાભાસી બેસે. શ્રીગોરક્ષશતકમાં પણ એને મળતુંજ કથન કરેલું છે – "वर्जयेहर्जनप्रांतं वह्निस्त्रीपथिसेवनम् । प्रातःस्नानोपवासादि कायक्लेशविधि तथा ॥ एकांते विजने देशे पवित्र निरुपद्रवे । कंबलाजिनवस्त्राणामुपर्यासनमभ्यसेत् ॥ - ભાવાર્થ-દુર્જનની સમીપ વાસ, અગ્નિનું સેવન, સ્ત્રીસંગ, તીર્થયાત્રાગમન, પ્રાતઃસ્નાન, ઉપવાસાદિ તથા શરીરને કલેશ આપનારી ક્રિયા એ સર્વને અભ્યાસકાલે ત્યાગ કરે. ઉપદ્રવવિનાના પવિત્ર ને નિર્જન એવા એકાંતદેશમાં કંબલ, મૃગચર્મ ને વસ્ત્રની ઉપર આસનાભાસી આસનને અભ્યાસ કરે. ગાભ્યાસકાલે સાધકે યોગના સાધક હેતુઓને સેવવા જોઈએ, તથા બાધક હેતુઓને ત્યજવા જોઈએ. તે સાધકબાધક હેતુઓ શ્રીહગપ્રદીપિકામાં નીચે પ્રમાણે દર્શાવ્યા છે –
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy