SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ શ્રીગકૌસ્તુભ [સાતમી ને રોગ ઉત્પન્ન કરનારું જલ ને આર્ટ (ભીની) ભૂમિ એ પણ ઉપદ્રવ છે. તે ઉપદ્રવ ગાદિ ઉપજાવી ચિને વ્યાકુલ કરે છે, માટે તે ઉપદ્રવવિનાનો દેશ જોઇએ. આસનની સમીપ શિલા, અગ્નિ તથા જલ હેય તે વાત, પિત્ત ને કફની વિષમતાદ્વારા શરીરમાં વિક્રિયા ઉપજે છે માટે યોગાભ્યાસીએ પિતાના આસનથી ચાર હાથની અંતર તે રાખવાં નહિ એમ સૂચવ્યું છે. જ્યાં જનસમૂહની સ્થિતિ હોય કિવા જ્યાં તેમનું આવવુંજવું થતું હોય તેવા સ્થાનમાં મઠ કરવાથી લોકોને કોલાહલ સાંભળવાથી કિડા પરસ્પર થતો કલહ સાંભળવાથી ગાભ્યાસીના ચિત્તમાં વિક્ષેપ થાય છે માટે એકાંતસ્થાનમાં મઠ બાંધવાનું સૂચવ્યું છે. શ્રીકૃષ્ણયજુર્વેદની તાજેતરઉપનિષતમાં ગાભ્યાસને માટે અનુકૂલ સ્થાન નીચે પ્રમાણે કહ્યું છે – "समे शुचौ शर्करावहिवालुकाविवर्जिते शब्दजलाशयादिभिः । मनोनुकूले न तु चक्षुपोडने गुहानिवाताश्रयणे प्रयोजयेत् ॥" અર્થ–સર્વ બાજુથી સમાન, પવિત્ર, માંકરા અગ્નિ રેતી ને કોલાહલ ને જણાશયથી રહિત, મનને અનુકૂલ, મછરથી રહિત ને અસંત વાયુથી રહિત ગુહા આદિ સ્થાનમાં સાધક પુરુષ યોગાભ્યાસ કરે. હઠાભ્યાસીને માટે મઠ કે જોઈએ તે ષેિ શ્રીહઠયોગપ્રદીપિકામાં નીચે પ્રમાણે કહેલ છે – " अल्पद्वारमरंध्रगर्तविवरं नात्युच्चनोचायतं, सम्यग्गोमयसांद्रलिप्तममलं निःशेषजझितम् । बाह्ये मंडपवेदिकूपरुचिरं प्राकारसंवेष्टितं, प्रोक्तं योगमठस्य लक्षणमिदं सिद्धहठाभ्यासिभिः ॥" અર્થ-અપઠારવાળો, રંધ (દ્રિ) ખાડા ને દરથી રહિત, અતિઉંચે નહિ તેમ અતિનીચે નહિ, ગાયના છાણવડે સારી રીતે લીંપેલ, પવિત્ર, મચ્છર, માંકડ ને ચાંચડ આદિ જંતુઓથી રહિત, જેની બહાર મંડપ, વેદિ ને ફૂપ હેવાથી રમણીય છે એ ને ભીતિથી
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy