________________
પ્રશ્નારને અંગે ઉપયોગી વધારેપૃ૪ રા. પ્રશ્ન ૧૮, શ્રીકૃષ્ણ વાસુદેવના પાંચ ભવને અને
વિશેષ હકીકત– अड उपसमि चउ वेअगि खइए इक्कार मिच्छतिगिदेसे सुहुमि सटाणं तेरस आहारगि निअ निअ गुणोहो ॥
तृतीय कर्मग्रन्थ गाथा २० मी. આ ગાથામાં લાયિક સમ્યગ્દષ્ટિને ૧૧ ગુણસ્થાનકે હોય અથાત. ચતુર્થ ગુણસ્થાનકથી ૧૪ મા ગુણઠાણ સુધી ક્ષાયિક સમ્યક્ત્વ હોય અને બંધ પણ આઘે (એટલે બીજા કર્મગ્રન્થમાં) જે પ્રમાણે કહ્યો છે તે પ્રમાણે સમજ. એથી ક્ષા યેક સમ્યક્તવમાં ૯, અવિ૦ ૭૭, દેશ વિ. ૬૭, પ્રમત્ત ૬૩ ઇત્યાદિ કમપ્રકૃતિઓને બંધ હોય, યાવત અયોગી અબંધક હેય.
અહિં શંકા થશે કે–ક્ષાયિક સમ્યફવીને પાંચમા તથા છઠ્ઠા ગુણઠાણે દેવાયુને બંધ કહ્યો છે. તે શી રીતે સંભવે? કારણ કે અબદ્ધાયુ ક્ષાયિક સમદષ્ટિ (ભવે મોક્ષે જાય છે એટલે આયુષ્ય બાંધતે નથી અને બદ્ધાયુ હોય તો આયુષ્ય બાંધેલું હોવાથી બાંધવાનું નથી. આ શંકાના સમાધાનમાં એમ સમજવું ઠીક લાગે છે કે ક્ષાયિક સમ્યફલ્હીને માટે કહેલ આ દેવાયુષ્યને બન્ધ ક્ષાયિક સમ્યફીના પાંચભવનું સૂચન કરે છે. પાંચમા આરાને અંતે થનારા દુઃ૫સહસૂરિ ક્ષાયિક સમ્યગદષ્ટિ છે, તેઓ દેવાયુ બાંધી દેવ થવા પૂર્વક મનુષ્ય થઈ માસે જશે. તેઓનું ક્ષાયિક સમ્યફળ આ જન્મનું પેદા કરેલું નથી, કારણ કે પાંચમા આરામાં ઉત્પન્ન થયેલાને ક્ષાયિક થતું જ નથી, અનન્તર પૂર્વ જન્મનું પણ નથી, કારણ કે જે દેવ કે નરકમાંથી તેઓ આવ્યા હોય તે ત્યાં ક્ષાયિક ઉત્પન્ન થતું નથી, ક્ષાયિક સમ્યકત્વને ઉત્પાદક સંખ્યાત વર્ષના આયુષ્યવાળો, પ્રથમ સંઘયણી જે કાળમાં તીર્થંકરો થઈ શકતા હોય તે કાળમાં ઉત્પન્ન થયેલ મનુષ્ય હેય માટે, તેમ મનુષ્ય કે તિર્યંચગતિમાંથી પણ સીધા આવ્યા નથી, કારણ કે સંખ્યાત વર્ષના આયુષ્યવાળાને મનુષ્ય તિર્યંચનું આયુષ્ય બાંધ્યા પછી સાયિક સમ્યકત્વ ઉત્પન્ન થતું નથી, દુપસહસૂરિ દેવગતિમાંથી મનુષ્યમાં આવ્યા છે, એમનું ભાયિક સફર્વ દેવભવથી પહેલાંના મનુષ્યના ભવનું છે, દેવાયુ બાંધ્યા પછી ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કર્યું છે એટલે તે ભવ, ત્યાર પછી દેવો ભવ, પછી દુઃપિસહસૂરિ રૂપે મનુષ્યને ભવ, પછી દેવને *ભવ અને પછી મનુષ્યને ભવ પામી મોક્ષે જશે. આવી રીતે કેક સમ્યફવીને પાંચ ભવ પણ ઘટી શકે છે એ વાત આ ગાથાથી સચિત થાય છે.