SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) વળી જે કુલાદિ પ્રવૃત્તિ વડે, પંચાયત પધ્ધતિથી, રોગાદિ મટાડવા અર્થે ઉછે અવિનયાદિરૂપ અયથાર્થ પ્રવર્તે છે વા લૌકિક પ્રયોજનથી વાંછાપૂર્વક યથાર્થ કે અયથાર્થ પ્રવર્તે છે અને આત્મકલ્યાણનું સમર્થન કરે છે તેને તો પાપબંધ જ થાય છે. માટે જેને આત્મકલ્યાણ કરવું છે તેણે તો આ દશ વાતો દ્વારા નિર્ણય કરીને જે સાચા દેવ ભાસે તેમના, આસ્તિકયતા લાવી સેવક થવું યોગ્ય છે. એ દશ વાતો (૧) સત્તા (૨) સ્વરૂપ (૩) સ્થાન (૪) ફળ (૫) પ્રમાણ (૬) નય (૭) નિક્ષેપ – સ્થાપના (૮) અનુયોગ (૯) આકાર - ભેદ (૧૦) વર્ણ ભેદ. તેનું સામાન્ય સ્વરૂપ આ પ્રમાણે છે. ૫) (૧) સત્તા : અન્ય કોઈ કહે કે અહંત દેવ નથી વા પોતાના દિલમાં જ એવો સંદેહ ઊપજી આવે તો યુક્તિ આદિથી વા અન્યના ઉપદેશ આદિથી અહંતદેવના અસ્તિત્વની આસ્થા લાવવાનું બળ પોતાના ચિત્તમાં પ્રાપ્ત થવું અથવા અહતના અસ્તિત્વની સ્પષ્ટ ભાવના થઈ જવી તેનું નામ “સત્તા નિશ્ચય છે. (૨) સ્વરૂપ : અહંતદેવનું બાહ્ય - અત્યંતર સ્વરૂપ જેવું છે તેવો જ તેનો સાચો નિશ્ચય થવો તેનું નામ સ્વરૂપ નિશ્ચય' છે. (૩) સ્થાન : વળી સાંખ્ય, બૌધ્ધ, નૈયાયિક, વૈશેષિક, નાસ્તિક, મીમાંસક, ચાર્વાક અને જૈન એ મતોમાં વા વર્તમાન કાળમાં શ્વેતામ્બર, પીતામ્બર, ઢુંઢિયા અને સંવેગી આદિ જૈનાભાસોમાં વા અન્યપણ જેટલા મતો છે તેમાં એવા સર્વજ્ઞ દેવા કયા મતમાં હોય છે ? એવો સત્ય સ્થાનનિર્ણય કરવો તે “સ્થાન નિર્ણય છે. (૪) ફળ : એવા સત્યદેવને સેવન કરવાથી કયા ફળની પ્રાપ્તિ થશે ? તેનો નિર્ણય કરવો તે “ફળ નિશ્ચય’ છે. (૫) પ્રમાણ : વળી એવા દેવનો નિશ્ચય કઈ જાતિના જ્ઞાનથી થશે તેના નિર્ણય કરવો તે “પ્રમાણ નિશ્ચય છે. (૬) નય : તથા ભગવાનના એકહજાર આઠ નામ છે તે કયા નયની વિવક્ષાથી કહ્યાં છે તેનો નિશ્ચય કરવો તે “નયનિશ્ચય છે. (૭) નિક્ષેપ - સંસ્થાપના : ભાવનાની અપેક્ષા કરીએ કે તેમની પ્રતિમાનાં દર્શનાદિ શા માટે કરવામાં આવે છે કયા પ્રયોજનથી કરવામાં આવે છે ? તેનો નિશ્ચય કરવો તે “સંસ્થાપના નિશ્ચય છે. ૮) અનુયોગ : (૧) પ્રથમાનુયોગ (૨) કરણાનુયોગ (૩) ચરણાનુયોગ (૪) વિવ્યાનુયોગનું સ્વરૂપ કયાં કયાં કહ્યું છે ? તેનો નિશ્ચય કરવો તે “અનુયોગ નિશ્ચય છે. (૯) આકાર: મૂળ ભાવોથી પ્રતિમાજીનો આકાર નાનો - મોટો શા માટે હોય છે? તેનો નિશ્ચય કરવો તે “આકાર નિશ્ચય” છે. (૧૦) વર્ણ : મૂળ ભાવોની અપેક્ષાએ પ્રતિમાજીનો વર્ણ અને અનેક પ્રકારની કાય કેવી હોય છે. એનો વિચાર કરવો તે “વર્ણ નિશ્ચય છે. માટે પહેલાં ઉપરની વાતો દ્વારા અવશ્ય નિર્ણય કરવો એ જ ધર્મનું મૂળ છે. (૧૫)
SR No.006107
Book TitleSwanubhuti Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy