________________
પ૬. આ વર્ષથી ગુણસ્થાન સુધીના ભાવો કહેવામાં આવ્યા છે તે વ્યવહારનયથી તો જીવના છે, પરંતુ નિશ્ચયનયના મતમાં તે કોઈ પણ જીવના નથી.
Ev
૫૭. આ વાદિક ભાવો સાથે જીવનો સંબંધ જળને અને દૂધને એક્ષેત્રાવ માહરૂપ સંયોગસંબંધ છે તેવો જાણવો, અને તેઓ તે જીવના નથી કારણ કે જીવ તેમનાથી ઉપયોગગુણે અધિક છે.
૫૮. (૫૮ થી ૬૦) જેમ માર્ગ ચાલનારને લૂંટાતો દેખીને 'આ માર્ગ લૂંટાય છે એમ વ્યચહારથી લોકો કહે છે; ત્યાં ૫રમાર્થ તો તે માર્ગ નથી લૂંટાતો, તે માર્ગે ચાલનાર લુંટાય છે. તેવી રીતે જીવમાં કર્મોનો અને નોકર્મોનો વર્ણ દેખીને 'જીવનો આ વર્ણ છે' એમ જિનદેવોએ વ્યવહારથી કહ્યું છે. એ પ્રમાણે ગંધ, રસ. સ્પર્શ, રૂપ, દેહ, સંસ્થાન આદિ જે સર્વ છે, તે સર્વ વ્યવહારથી નિશ્ચયના દેખનારા હે છે.
૬૧. વર્ણાદિક છે તે સંસારમાં સ્થિત જીવોને તે સંસારમાં હોય છે અને સંસારથી મુક્ત થયેલા જીવોને નિશ્ચયથી વર્ણાદિક કોઈપણ ભાવો નથી.
૬૨. જો તું એમ માને કે આ વર્ણાદિક સર્વ ભાવો જીવ જ છે, તો તાથ મતમાં જીવ અને અજીવનો કાંઈ ભેદ રહેતો નથી. ૯૩. (૯૩ થી ૬૪) અથવા જો તારો મત એમ હોય કે સંસારમાં સ્થિત જીવોને જ વર્ણાદિ (તાદાત્મ્યસ્વરૂપે) છે, તો તે કારણે સંસારમાં સ્થિત જીવો રૂપીપણાને પામ્યા; એમ થતાં, તેવું લક્ષણ તો રૂપીપણું) પુદ્ગલદ્રવ્યનું હોવાથી. હે મૂઢબુદ્ધિ! પુદ્ગલદ્રવ્ય તે જ જીવ ઠર્યું અને (માત્ર સંસાચવસ્થામાં જ નહિ પણ) નિર્વાણ પામ્યું પણ પુદ્ગલ ૪ જીવપણાને પામ્યું।
૭પ. (૯૫ અને ૯૬) અકેંદ્રિય, દ્વીદ્રિય, ગીંદ્રિય, ચતુરિંદ્રિય, પંચેંદ્રિય, બાદર, સૂક્ષ્મ, પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવો એ નામકર્મની પ્રકૃતિઓ કે જેઓ પુદ્ગલમય તરીકે પ્રસિદ્ધ છે તેમના વડે ણસ્વરૂપ થઈને રચાયેલાં જે જીવસ્થાનો છે તેઓ જીવ કેમ હેવાય?
-
૬૭. જે પર્યાપ્ત, અપર્યાપ્ત, સૂક્ષ્મ, અને બાદર આદિ (સાત) જેટલી દેહને જીવસંજ્ઞા ક્ળી છે તે બધી સૂત્રમાં વ્યવહારથી ક્હી છે.
૬૮. જે આ ગુણસ્થાનો છે તે મોહર્મના ઉદયથી થાય છે એમ (સર્વજ્ઞનાં આગમમાં) વર્ણવવામાં આવ્યું છે; એઓ જીવ કેમ હોઈ શકે કે જેઓ સદા અચેતન કહેવામાં આવ્યાં છે?
૨. કર્મ અધિકાર
૬૯. (૬૯ અને ૭૦) જીવ જ્યાં સુધી આત્મા અને આસ્રવ – એ બન્નેના તફાવત અને ભેદને જાણતો નથી ત્યાં સુધી તે અજ્ઞાની રહી ક્રોધાદિ આસવોમાં પ્રવર્તે છે; ક્રોધાદિકમાં વર્તતા તેને કર્મનો સંચય થાય છે. ખરેખર આ રીતે જીવને કર્મોનો બંધ સર્વજ્ઞદેવોએ કહ્યો છે.
૭૧. જ્યારે આ જીવ આત્માના અને આસ્રવોના તફાવત અને ભેદને જાણે ત્યારે બંધ થતો નથી.
૭૨. આસવોનું અશુચિપણું અને વિપરીતપણું તથા તેઓ દુઃખના કારણ છે એમ જાણીને જીવ તેમનાથી નિવૃત્તિ કરે છે. ૭૩. (જ્ઞાની સમજે છે કે) નિશ્ચયથી હું એક શુદ્ધ છું. મમતારહિત છું. જ્ઞાનદર્શનપૂર્ણ છું; તે સ્વભાવમાં રહેતો, તેમાં (ચૈતન્યમાં) લીન થતો (હું) આ ક્રોધાદિક સર્વ આવોને ક્ષય કરું
છું.
૭૪. આ આસવો જીવની સાથે નિબદ્ધ છે, અવ છે, અનિત્ય છે તેમ જ અશરણ છે, વળી તેઓ દુઃખરૂપ છે, દુઃખ જ જેમનું ફળ છે એવા છે, – એવું જાણીને જ્ઞાની તેમનાથી નિવૃત્તિ કરે છે.
૭૫. જે આત્મા આ કર્મના પરિણામને તેમ જ નોકર્મના પરિણામને કરતો નથી પરંતુ જાણે છે તે જ્ઞાની છે. ૭૬. (૭૬ થી ૭૮) જ્ઞાની અનેક પ્રકારના પુદ્ગલકર્મને જાણતો હોવા છતાં નિશ્ચયથી પરંદ્રવ્યના પર્યાયમાં પરિણમતો નથી, તેને ગ્રહણ કરતો નથી અને તે રૂપે ઉપજતો નથી. જ્ઞાની અનેક પ્રકારના પોતાના પરિણામને જાણતો હોવા છતાં નિશ્ચયથી પરદ્રવ્યના પર્યાયમાં પરિણમતો નથી, તેને ગ્રહણ કરતો નથી અને તે-રૂપે ઉપજતો નથી. જ્ઞાની પુદ્ગલકર્મનું ફળ કે જે અનંત છે તેને જાણતો હોવા છતાં પરમાર્થે પદ્રવ્યના પર્યોચરૂપ પરિણમતો નથી, તેને ગ્રહણ કરતો નથી અને તે–રૂપ ઉપજતો નથી.
૭૯. એવી રીતે પુદ્ગલદ્રવ્ય પણ પરદ્રવ્યના પર્યાયરૂપ પરિણમતું નથી, તેને ગ્રહણ કરતું નથી અને (à–૩૧) ઉપજતું નથી; કારણ કે તે પોતાના જ ભાવોથી (ભાવોરૂપ) પરિણમે છે.
શ્રી સમયસાર...... ૩