SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ( 1 ( A) BA, એ તેનો સ્વભાવ છે. તેથી જ્ઞાનપર્યાય સ્વ એવા જ્ઞાયકને જાણવા સાથે પર જેમાં નિમિત્ત થાય છેએવા પોતાના જ જ્ઞાનાકારને જાણે છે. આમ હોવા છતાં અજ્ઞાનીને અનાદિથી પરદ્રવ્યોમાં એકત્વ-મમત્વ-કર્તુત્વ-ભોસ્તૃત્વરૂપ અધ્યવસાન હોવાના કારણે, પોતાના જ જ્ઞાનાકારને જાણતી વખતે, તેમાં જે પરદ્રવ્યો નિમિત્ત થવા પામે છે તે પરદ્રવ્યોને હું જાણું છું એમ પોતાના જ્ઞાનાકારને ભૂલીને, પરમાં પોતાપણાની માન્યતાને દ્દઢ કરતો થકો, શેયાકાર અવસ્થા વખતે પોતાના જ જ્ઞાનાકારમાં જ્ઞાના સાથે તન્મય એવો જ્ઞાયક મને જણાય રહ્યો છે એવું જ્ઞાન અજ્ઞાનીને ઉદિત થતું નથી, અર્થાત “જાણનારો જણાઈ રહ્યો છે એમ અજ્ઞાનીને ભાસતું નથી. - હે શ્રોતા ! સ્વપરપ્રકાશક તારો સ્વભાવ છે માટે મુદિત થા ! પ્રસન્ન થા કે તને સદાય સ્વ-શુદ્ધ ચૈતન્માત્ર એવો હું જણાઈ જ રહ્યો છું ! અને પરપ્રકાશક સ્વભાવને લીધે પર નહીં, પર જેમાં નિમિત્ત બને છે. એવા મારા જ જ્ઞાનાકારને પણ હું જાણું છું. અર્થાત્ પર જેમાં નિમિત્ત છે એવું જ્ઞાનાકાર તે શેય, તેને જાણનારું તેિ જ્ઞાન અને તેમાં તન્મય રહેલો જ્ઞાતા-એમ ત્રણેયની અભેદતાને કારણે હું જ 5 S જ્ઞાતા, હું જ્ઞાન ને હું જ છુંય- એમ તમે અનુભવો. સ્વપરપ્રકાશક સ્વભાવ છે અને સ્વભાવમાં કદી દોષ ન હોય, છતાં અજ્ઞાનીને સ્વ કેમ જણાતો નથી-જ્ઞાની હો કે અજ્ઞાની હો, સ્વભાવમાં કોઈને દોષ ઉદ્ભવે નહીં પરંતુ અજ્ઞાનીને સ્વ જણાતાં નથી, તેમાં દોષ છે લક્ષનો ! ગુરુ દ્રોણાચાર્યે બાણ ચલાવ્યા વિના અર્જુનને બાણાવલિ જાહેર કર્યો ને અન્યને ન કર્યા, કેમ ? અર્જુને બાણનું લક્ષ્ય સાધવામાં ન તો વૃક્ષને દેખ્યું કે ન તો ડાળીને દેખી ! ન તો પક્ષીને દેખ્યું કે ન તો આંખને દેખી ! એક માત્ર કાળી કીકીને જ દેખી ! લક્ષની. જ બધે બોલબાલા છે ! જ્ઞાનીને પર સંબંધી શેયાકાર અવસ્થામાં જ્ઞાનાકારરૂપ) NR જ્ઞાન જણાય છે અને અજ્ઞાનીને પર સંબંધી જ્ઞયાકાર અવસ્થામાં પર મને જણાય છે છે એમ પરનું લક્ષ બાંધતો થકો પોતાને પરરૂપ માનવા લાગે છે તેથી જાણનારો જણાય છે એમ જાણનારનું લક્ષ કરતો ન હોવાથી અજ્ઞાનીને સ્વ જણાતું નથી. [અજ્ઞાની :ણ સ્વપરપ્રકાશક સ્વભાવે જ પરિણમી રહ્યો છે તોપણ જ્ઞયાકાર | અવસ્થામાં જે પરરૂપ રાગાદિ નિમિત્ત બને છે તેનું લક્ષ કરતો થકો હું રાગી છું S Lઇત્યાદિ પરરૂપ પોતાને માનતો થકો, સ્વને જાણવાનું લક્ષ ચૂકી જાય છે. સ્વપરપ્રકાશક સ્વભાવ હોવાથી સ્વ તો જણાઈ રહ્યો જ છે- ચાહે જ્ઞાની હો કે અજ્ઞાની હો. પરંતુ જ્ઞાનીની પરિણતિની ધારા સ્વસમ્મુખ હોવાથી, પરપ્રકાશનમાં નિમિત્તભૂત પરદ્રવ્યોમાં એકત્વરૂપ લક્ષ બાંધતો નથી. તેથી તેને સદાય સ્વ જણાઈ રહ્યું છે. જયારે અજ્ઞાનીને અનાદિના પરના એકત્વના અધ્યાસથી પોતાના પર સંબંધી જ્ઞાનાકારમાં જે પરદ્રવ્યો નિમિત્તપણે પામે છે તેમાં જ તે એકત્ર કરી દેતો થકો, હું સગી ઈત્યાદિ માનતો થકો પર મને જણાય છે ને સ્વ જણાતો નથી એમ અનુભવે છે. અજ્ઞાનીને પણ જણાય છે તો સ્વ.પણ માને છે કે પર મને જણાય છે, માટે તેને સ્વ જણાવા છતાં સ્વને જાણતો નથી. wwwગુરુપ્રસાદ ૨૪ઓક્ટોબર 200૭ wwwwww કરવા
SR No.006107
Book TitleSwanubhuti Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy