SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ (૭) શુધ્ધ ઉપયોગ નથી તેથી શું પુણ્ય ધર્મ થઈ જાય ? અહીં તો એને પરવ્ય કહે છે. અને એને ગ્રહણ કરવું તે અપરાધ છે, બંધન છે. અરે ભાઈ ! પુણ્ય કરીને તો તું અનંતવાર નવમી ગ્રેવયક ગયો, પણ ભવભ્રમણ મટયું નહિ. અહા ! પરદ્રવ્ય - પુણ્યને પોતાનું માને એ મહા અપરાધ છે અને એની સજા ચાર ગતિની જેલ છે. કોઈક કહે આનાથી વ્યવહારનો લોપ થાય છે ? વ્યવહાર છે, આવે છે, તે હો ભલે; પણ તેથી શું ? એ કાંઈ ધર્મ કે ધર્મનું કારણ નથી. જ્ઞાની તો તેને પરદ્રવ્ય જાણે છે, વ્યવહારના વિકલ્પનો તેને આદર નથી. એનાથી લાભ છે વા એ પોતાની ચીજ છે એમ તે માનતા નથી. એવા સંત નિરપરાધી છે અને એમને બંધન નથી. સ્વભાવ દષ્ટિવંતને બંધન નથી. (૧) (૪) (૮ અને ૯) અપરાધ એટલે શું ? તે કેમ ટળે ? શુધ્ધ આત્માની સિધ્ધિ અથવા સાધનનું નામ “રાધ” છે. . જે આત્મા રાધ રહિત હોય છે તે આત્મા અપરાધ છે. ભાઈ ! પર તરફના લક્ષવાળા ભાવો - ચાહે હિંસાદિ પાપના હો કે અહિંસાદિક પુણ્યના હો - તે સર્વે ભાવો અપરાધ છે. તે ભાવો બંધ - સાધક છે. તે ભાવોનું સેવન કરે તે બંધનું જ સેવન કરે છે, અને તેને સંસારની જ સિધ્ધિ થાય છે. ભાઈ રાગનું સેવન તે સંસારની જ સિધ્ધિ છે. અનાદિથી જીવને પુણ્ય - પાપના ભાવ જે વિકાર છે તેની સિદ્ધિ છે. આ વિકાર છે તે હું છું એમ એને મિથ્યાત્વનું - અપરાધનું સેવન છે. હવે તે જ આત્માને જ્યારે ગુલાંટ ખાઈને હું તો શુધ્ધ ચિદાનંદ પ્રભુ આત્મા છું અને બધા ય પરભાવો - પરદ્રવ્યથી ભિન્ન છું” એમ એમાં જ્ઞાન - શ્રધ્ધાન અને રમણતા થયાં ત્યારે તેને પર્યાયમાં શુધ્ધ આત્માની સિધ્ધિ થઈ. આવો સાધક ભાવ તે ‘રાધ’ છે. આત્માનું સેવન છે. ત્યારે વસ્તુ ત્રિકાળી શુધ્ધ આ છે એમ સિધ્ધ થયું ત્યારે સાધન થયું. આવી સાધન દશા પ્રગટ થઈ તે “રાધ” છે. આ ‘અપરાધ'ની. સામે ‘રાધ” છે. નિર્મળાનંદનો નાથ ભગવાન આત્મા છે. તેનો આશ્રય કરવાથી જે અંદર સાધકભાવ પ્રગટ થયો, નિર્મળ રત્નત્રય પ્રગટ થયાં કે જેમાં ભગવાન આત્માની સિધ્ધિ થઈ તે સાધક ભાવ “રાધ' છે, શુધ્ધ આત્માનું સેવન છે. આનું નામ ધર્મ અને મોક્ષનો માર્ગ છે. વીતરાગ પરમેશ્વરની અકષાય કરુણાથી આવેલી આ વાણી સાંભળ તો ખરો પ્રભુ! વ્રત કરવાં ને તપ કરવાં એ બધી ક્રિયા તો રાગ છે, તે અપરાધ છે, ગુન્હો છે, ચોરી છે. અહા ! તે અપવિત્ર, અશુધ્ધ, બાધક ને વિરાધકભાવ છે. એક ભગવાન આત્મા જ પરમ પવિત્ર અબંધ છે, એવા ચૈતન્યધન પ્રભુને દૃષ્ટિમાં સ્વીકાર કરવો અને તેમાં જ લીનતા કરવી તે આત્માની સિદ્ધિ છે. જેમાં આત્માની સિધ્ધિ - પ્રાપ્તિ થાય તે સાધકભાવ “રાધ” છે. તે સાધકપણું ભગવાન આત્માની સેવા છે. સમસ્ત પરભાવોથી વિમુખ થઈ, આત્મસન્મુખ થાય છે, રે રે ?
SR No.006107
Book TitleSwanubhuti Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy