________________
અસલ ઠરાવના નામે ફેલાયેલી ભ્રમણાઓને સચોટ
જવાબ આચાર્ય કીર્તિસાગરસૂરિ આદિ ઠાણા ૩. સાગરને ઉપાશ્રય પાટણ ૨૦૨૨ આસો વદ ૧૧ રાધનપુર મધ્યે સુશ્રાવક રતિલાલ પ્રેમચંદ આદિ ભાઈઓને
ગ્ય ધર્મલાભ.
અત્રે દેવગુરુધર્મ પસાથે શાતિ છે. ત્યાં આત્મિક શાન્તિ હશે? હે!
તમારા તરફથી તા. ૬-૯-૬૬ના રોજ બહાર પાડેલ અસલ ઠરાવ તા. ૧-૧૧-૬૬ના રોજ મારા હાથમાં આવ્યો વાંચી ઘણું જ દુઃખ થયું. કારણ કે, તમારી પત્રિકામાં રાજનગર સાધુ સંમેલનના નામે હલાહલ જુઠવાળું લખાણ બહાર પાડેલ છે. મેં પોતે પટ્ટક મંગાવીને વાંચી જે. તેમાં ૧૧ મુદ્દાઓ ચર્ચા છે. તેમાં બીજે મુદ્દા દેવદ્રવ્ય સંબંધી છે તે આ પ્રમાણે છે
કલમ બીજીમાં પ્રભુના મંદિરમાં કે મંદિર બહાર ગમે તે ઠેકાણે પ્રભુના નિમિત્તે જે જે બેલી બોલાય તે સઘળું દેવદ્રવ્ય કહેવાય. ૧ પ્રશ્ન - સુપનના સ્વપ્ન શાથી આવ્યા?
ઉત્તર:- ભગવાન ગર્ભમાં આવવાથી સુપનના સ્વપ્ના આવ્યા છે.