________________
[ ૮૭ ]. નોંધ:- રાધનપુર શ્રી સંઘમાં જ્યારે અમે આ રીતે સુવિહિત મહાપુરૂષોએ માન્ય કરેલ કલ્યાણકારી પ્રણાલી પ્રમાણે વિ. સં. ૨૦૨૨ના ચાતુર્માસમાં પર્યપણું મહાપર્વમાં સ્વપ્નાની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવાને મકકમ નિર્ણય કરેલ, તેના વિરોધરૂપે ઉપરોક્ત હેન્ડબીલ પર્યુષણ પર્વની આરાધનાના દિવસોમાં લગભગ પ્રસિદ્ધ થયેલ, તે સમયે અમારે તો આરાધના કરવી હતી, ને શાસનપ્રેમી શ્રી સંઘને શાંતિથી સુવિહિત પરંપરામાન્ય કલ્યાણકર આરાધના કરાવવી હતી. જેથી રાધનપુર સંધનું વાતાવરણ ડહોળાઈ ન જાય, ને નિરર્થક આરાધનાના વાતાવરણમાં વિક્ષેપ ન પડે, માટે સામે જવાબ આપીને હેંડબીલબાજીમાં ન પડવાનું નક્કી કરેલ, છતાંયે અસત્યને પ્રતિકાર કરે એ પણ સત્યની રક્ષા ને શાસ્ત્રાનુસારી સિદ્ધાંતની રક્ષા દ્વારા આરાધના જ છે, તે અમારી પૂર્ણપણે નીડરતાપૂર્વકની માન્યતા હતી.
જેથી આ જુઠ્ઠાણાને પ્રતિકાર થાય તે ઇચ્છનીય છે, એમ અમને લાગેલું. ખરેખર જૈનશાસન જયવંતુ વર્તે છે. તે સત્યની પ્રતીતિ કરાવનાર પ્રસંગ તે વખતે એ બનેલ કે, પાટણ (ગુજરાત) સાગરગચ્છના ઉપાશ્રયમાં તે સમયે વિ. સં. ૨૦૨૨ના ચાતુર્માસાથે બિરાજમાન પૂ. આચાર્ય મહારાજ શ્રી કીર્તિસાગરસૂરિ મહારાજશ્રીએ રાધનપુરના ભાઈઓના નામે પ્રસિદ્ધ થયેલ તે જુઠ્ઠાણુથી ભરેલી પત્રિકાને સચોટ, સ્પષ્ટ તથા નીડર તથા શાસ્ત્રાનુસારી પ્રતિકાર કરીને જૈનશાસનના સનાતન સિદ્ધાંતની રક્ષા સાથે શાસનમાન્ય સુવિહિત પરંપરાનુસારી શાસ્ત્રીય પ્રણાલીનો પ્રચાર કરવા દ્વારા શાસનપ્રેમી સંઘને જે પ્રેરણા તથા માર્ગદર્શન આપવાનું એક ધર્માચાર્ય તરીકે અનુપમ શાસનપ્રભાવક કાર્ય કરેલ તેની જેટલી અનુમોદના-પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. તેઓશ્રીએ રાધનપુરના ભાઈઓના હેંડબીલને જે જવાબ હેંડબીલ દ્વારા આપેલ તે આ મુજબ હતો
-સંપાદક