________________
[ ૭૬ ] ગૌતમસ્વામી પણ ભૂલની માફી માગવા એક ગૃહસ્થ પાસે ગયા હતા. તેમને તે લાભ જેતે હતો. પાપભીરૂ હતા. પાપની શંકાવાળું કાર્ય મહાપુરૂષે પણ કરતા નથી. માટે સર્વ સામાન્ય સાધારણમાં લઈ જવા તે અયોગ્ય છે.”
કારણ કે, સુપનના પિસાને છેડે ભાગ પણ સર્વ સામાન્ય સાધારણમાં જાય તેવું સેંકડે એક ગામ પણ મળવું મુકેલ છે. માટે બહુ જ વિચાર કરજે. કડવું ઔષધ સગી મા જ પાય. પરંતુ પરિણામે સુખને આપનાર છે. પીઠ થાબડનાર ઘણા મળશે. પણ દુખમાં ભાગ પડાવનાર કોઈ ઉભું નહિં રહે
અમદાવાદમાં બધે જીર્ણોદ્ધારમાં જાય છે. વીજાપુર, મહેસાણા, સાણંદ, ઊંઝા, ડીસા, ભાવનગર, રાજકેટ, શિહેર, માટુંગા, કપડવંજ, સાયન, બોરીવલી, દાદર, ભાયખલા વ. મોટા મોટા શહેરાદિમાં દેવદ્રવ્યમાં જાય છે. અને કઈ જગ્યાએ અમુક ભાગ સાધારણમાં જાય છે, પરંતુ તે સાધારણું સર્વ સામાન્ય નહિ, પણ દેરાસરના સાધારણમાં જાય છે. એટલે કેસર-ઘી પૂજારીને પગાર વ. માં જાય છે.”
એટલે આ શાસનની પ્રણાલિકા એકધારી ચાલી આવે છે, તેમાં આવી જવું તે હિતકારી છે. પડતાના દાખલા કોઈ દિવસ લેવાય નહિ. દાખલા તે ઉંચાના જ લેવાય.
ગયા વર્ષમાં વિજાપુર ખાતે અમારા અને આ. કેલાસસાગરસૂરિની નિશ્રામાં ઘણા વર્ષોથી ઉલટી ચાલતી પ્રણાલિકા ફેરવાવીને સુપનના પિસા દેવદ્રવ્યમાં કાયમી લઈ જવા તે ઠરાવ કરાવ્યો હતો.