________________
[ ૭૬ ] અને આ બાબતમાં અઠવાડિયું લગભગ વ્યાખ્યાન ચલાવ્યું હતું. મુખ્ય ટ્રસ્ટીઓના પરિણામ ફેરવવાના થયા છે, પરંતુ સંઘનું કામ હોવાથી એક આગિયો સે મણ જવારનો નાશ કરે તેમ થતું હોવાથી ધીરે ધીરે લાઈન પર આવી જશે.”
તમારે પણ ખાટી ચાલતી પ્રણાલિકા ફેરવી સારા માર્ગે આવી જવું, અને સર્વના ભેગા ભળી જવું તે યેગ્ય છે.
પડતાના દાખલા લેવા નહિ, દાખલા તે ચડતાના જ લેવાય.”
દર લોકયસાગરના ધર્મલાભ. ભા. વ. ૧૦ (વિ. સં. ૨૦૨૨) પાટણ સાગરનો ઉપાશ્રય
તે જ રીતે તેઓશ્રીએ રાધનપુર સાગરગચ્છ સંઘના વહિવટદારોને પણ હિમ્મતપૂર્વક આ શાસ્ત્રવિરોધી પ્રણલીનો સદંતર બહિષ્કાર કરી દેવદ્રવ્યના ભક્ષણના મહા- - પાપથી સ્વયં બચી સંઘને બચાવવા માટે જે પત્ર લખેલ છે તે પણ અનેક રીતે પ્રેરક ને શાસનપ્રેમી સંઘને શાસ્ત્રાનુસારી પ્રણાલીમાં સ્થિર રાખનાર છે. ' તેઓશ્રી જણાવે છે કે,
ત્યાં સુપનના પૈસાને અમુક ભાગ સર્વ સામાન્ય સાધારણમાં જાય છે, તે જાણી ઘણું જ દુઃખ થયું છે. હીરાની ખાણ જેવા તમારા ક્ષેત્રમાં આ શેભે નહિં. કદાચ એમ થાય કે ઘણાં વર્ષથી ચાલે છે અને હવે ફેરવીએ તે આપણું નાક જાય પણ એ ભ્રમણ છે.