________________
[ ૭૩ ] તદુપરાંત આ પ્રણાલી હંમેશને માટે ચાલુ રાખવા રાધનપુર સંઘને પ્રેરણા પાઠવેલ છે, વિશેષમાં અમદાવાદ ખાતે બિરાજમાન પૂ. આ. ભ. શ્રી વિજયશાંતિચંદ્રસૂરી. શ્વરજી મહારાજશ્રીના વિદ્વાન પ્રભાવક શિષ્યરત્ન પૂ. પંન્યાસંજી મા શ્રી સુજ્ઞાનવિજયજી ગણિવરશ્રીએ-કે જેઓશ્રીએ શેષ કાળમાં વૈશાખ મહિનામાં રાધનપુર ખાતે પધારી, આ કુપ્રથાનો સદંતર બહિષ્કાર કરવા સંઘને મક્કમતાપૂર્વક નીડરતાથી પ્રેરણા કરેલ, તેઓશ્રીને પણ શુભ સંદેશ આ પ્રસંગે પ્રાપ્ત થયેલ છે.
- તેમાં તેઓશ્રીએ પૂ પંન્યાસજી મહારાજશ્રીને આ પ્રણાલીની શુભ શરૂઆત કરવા માટે અભિનંદન પાઠવતાં જે જણાવેલ છે, તે તેઓશ્રીના ગુણાનુરાગી માનસ ને શાસનમાન્ય પ્રણાલીના પ્રચાર માટેની ધગશને સ્પષ્ટ કરે છે, તેઓશ્રી જણાવે છે કે, “આપશ્રીએ રાધનપુર ખાતે જે સાહસ કરીને માર્ગ૨ક્ષણને ભગીરથ પ્રયત્ન નીડરપણે લીધે તે માટે આપશ્રીને ઘણે જ ધન્યવાદ ઘટે છે. આપશ્રીને પ્રયત્ન શાસનદેવની કૃપાયે ઘણું જ સફળ બન્યો છે. આવું લક્ષ આપનાર આપશ્રીજી જેવા વિરલ પુરૂષ હોઈ શકે છે. દાક્ષિણ્યતામાં ખચાઈ શ્રવકોને સારા લાગી વાહ વાહ
લાવનારા આજે ઘણા ભાગે શાસનની યથાર્થ પ્રણાલિકાએને ગુમાવતા જાય છે. પૂજ્ય આપશ્રીજી હવે શાસન પક્ષને મક્કમ બનાવી નક્કર કરવાનું પુરતું કરશે, એ આશા પણ અસંભવિત નથી ” તા. ૭-૧૦-૬૬ (વિ. સં. ૨૦૨૨)