________________
[ ૭૦ ] તે જ રીતે આ વર્ષે પૂ. પંન્યાસજી મહારાજશ્રીએ હિમ્મતપૂર્વક રાધનપુર સંઘમાં વર્ષોથી ચાલી આવતી અશાસીય કુપ્રથાને વિરોધ કરી, શાસ્ત્રાનુસારી પ્રણાલી શરૂ કરવા જે મક્કમતા રાખી છે, અને રાધનપુર સંઘમાં અમુક . તોએ તેમની સામે વિરોધનો વાવંટોળ ઉભું કરવા પ્રયત્ન કરેલ, છતાં. શાસન પ્રેમી સંઘ ને પૂ. પંન્યાસજી મહારાજશ્રીએ જે શાંતિ, ડહાપણ, ખેલદિલી ને કુનેહ તથા વિચક્ષણતાથી શાંતિપૂર્વક તેમાં અભૂતપૂર્વ સફલતા પ્રાપ્ત કરી તે ખરેખર એક ચમત્કાર જ કહી શકાય. - રાધનપુર ખાતે આટલે વિશાલ વગ આ રીતે શાંતિપૂર્વક ઉલ્લાસ ને ઉત્સાહના વાતાવરણ વચ્ચે ચતુર્વિધ સંઘ સાથે બેસીને સ્વપ્ના ઉતારીને દેવદ્રવ્યમાં લઈ જવાની શાસ્ત્રમાન્ય પ્રણાલી પાડવામાં સફળ બનશે તે કોઈ પણ ન માની શકે ને ન સંભવી શકે તે હકીક્ત બની છે. પૂ. પંન્યાસજી મહારાજશ્રી તથા શાસન પ્રેમી શ્રી સંઘની અગ્રગણ્ય વ્યક્તિઓની ધગશ, હિમ્મત તેમજ નીડરતાનું જ આ સકલ પરિણામ છે.
રાધનપુર ખાતે થયેલી આ શુભ શરૂઆતને અમદાવાદ ખાતે બિરાજમાન પૂ. ગચ્છાધિપતિ આ. ભ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજે, મુંબઈ ખાતે બિરાજમાન પૂ આ. મ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજે, તે રીતે પૂ. પં. મ. શ્રી મુક્તિવિજયજી ગણિવરે, પૂ. પં. મ. શ્રી રવિવિજયજી ગણિવરે પિતાના હાર્દિક શુભાશિષ પાઠવીને બિરદાવેલ છે.