________________
[ 8 ] થતી સારામાં સારી દેવદ્રવ્યની ઉપજ થઈ, ને સંઘે તે દેવ દ્રવ્યમાં લઈ જઈ રાધનપુર ખાતે ખર્ચ કરવાનો નિર્ણય કર્યો. જો કે અમુક આગ્રહી માનસ ધરાવનાશ વગે પૂ. મુનિરાજશ્રીની ગેરહાજરીમાં સ્વપ્ના ઉતારી તેની બોલી કેવળ પિતાના કદાગ્રહને પિષવા તે સાધારણમાં લઈ જવાની પિતાની શાસ્ત્રવિરોધી વાતને પકડી રાખી.
રાધનપુર ખાતે આજથી ૧૦ વર્ષ પહેલાં આજ રીતે પૂ. પંન્યાસજી મહારાજશ્રીની સચોટ પ્રેરણાથી કેટલાયે વર્ષોથી નહિ નીકળતી રથયાત્રા પર્યુષણ પર્વની આરાધનાના ઉદ્યાનરૂપે ભાદરવા સુદિ ૫ ના ભક્તિભાવિત ભાગ્યશાહીઓએ હાથે પ્રભુજીના રથને ખીંચીને કાઢેલ. તે વખતે પણ અમુક બે આની વર્ગને પણ વિરોધ હતો, પણ ત્યારબાદ હવે તે તે રથયાત્રા સમસ્ત રાધનપુર જૈન સંઘ ઉમળકા ભેર ભા. સુ. ૫ ના ધામધૂમપૂર્વક કાઢે છે.
ને વિજયગચ્છ તથા સાગરગચ્છ સંઘના વહિવટદારે તે રથયાત્રા મહોત્સવને દરેક રીતે ઉજવે છે. આ વર્ષે પણ પાંચ રથ સાથે થયાત્રા નીકળેલ. સાગરગચ્છ જૈન સંઘની પિતાએ રથયાત્રા કાઢેલ ને રૂ. ૧૪૦૦ ની દેવદ્રવ્યની તેમાં ઉપજ થયેલી. ભક્તિભાવિત ભાગ્યશાલીઓએ રથને પિતાની કાંધેથી ઉપાડીને રથયાત્રામાં પ્રભુભક્તિનો લાભ લીધેલ. એક પણ રથને બળ જોડેલ નહિ.