SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬૬ ]. દેવદ્રવ્ય ગણાય તેમાં વિશેષ સ્પષ્ટતાની જરૂર ન હોઈ શકે. તદુપરાંત તે બીજા ઉલાસમાં આગળ વધતાં પં. શ્રી કનકવિજયજી ગણિકૃત પ્રશ્નના ઉત્તરમાં પૂ. આ. શ્રી વિજય સેનસૂરિ મ. શ્રી સ્પષ્ટપણે ફરમાવે છે કે, “દેવદ્રવ્ય ફક્ત દેવના કાર્યમાં જ વપરાય.” (સેનપ્રશ્ન ઉલ્લાસ બીજે પેજ ૮૮ ગુજરાતી અનુવાદ) નોંધ : આ બન્ને પ્રશ્નોત્તરો પરથી સ્પષ્ટપણે સમજી શકાય છે કે, સ્વપદ્રવ્ય દેવદ્રવ્ય જ છે, ને તેને ઉપયોગ ફક્ત દેવની ભક્તિ નિમિત્તેના કાર્ય સિવાય બીજે ન જ થઈ શકે. ને તે પણ જિનમંદિર, જિનમુર્તિ, તથા જીર્ણોદ્ધારાદિના જ કાર્યમાં થાય અથવા દેવનિમિત્તના કાર્યમાં થાય. પણ પોતાના માટે પ્રભુ પૂજા કરવા માટે કેસર-સુખડ આદિમાં કે પૂજારી આદિને આપવા માટે તેવા પ્રકારના કારણના અપવાદ સિવાય ન જ થાય. જ્યાં તીર્થ આદિ સ્થળામાં જિનપૂજા આદિ માટે દેવદ્રવ્યને ન છૂટકે ઉપયોગ કરવો પડે તે વાત જુદી, બાકી દેવદ્રવ્યને ઉપગ તો પોતાને પ્રભુપૂજન કાર્યમાં ન લેવાય. - માલાની ઉપજની જેમ સ્વમદ્રવ્ય પણ દેવદ્રવ્ય જ ગણાય એ શાસ્ત્રમાન્ય હકીકતને હવે વધુ પિષ્ટપેષણ કરવાની જરૂર ખરી? હાથમાં રહેલા કંકણને જોવા માટે આરિસાની જરૂરત રહે છે શું? તદુપરાંત : રાધનપુરમાં વર્ષોથી એવી અશાસ્ત્રીય પ્રણાલી શરૂ થયેલ. જેના પરિણામે સુવિહિત આચાર્ય દેવ આદિ મહાપુરુષે શ્રી પર્યુષણ મહાપર્વમાં સ્વમ વાંચન બાદ સ્વમ ઉતારવાની વેળાયે સ્વદર્શન સમયે પિતે હાજર જ ન રહે, તેમ બનતું, કારણ કે સંઘના કેટલાક કદાગ્રહવાલા ભાઈઓની જડતાના કારણે સ્વમની ઉપજ સાધારણમાં લઈ જવાતી હતી, જેને અંગે પૂ. ભવભીરૂ સુવિહિત મહાપુરુષોએ ખૂબ જ વિરોધ કરેલો. છેવટે સ્વપ્ન-દર્શનની વેળાયે હાજર નહિ રહેવારૂપ અસહકાર કરેલ. પરિણામ વિ. સં. ૨૦૨૨ માં શાસ્ત્રવિહિત સુવિહિત મહાપુરુષોએ ફરમાવેલ જ આવ્યું.
SR No.006102
Book TitleSwapnadravya Devdravya J Che
Original Sutra AuthorN/A
AuthorKanakchandrasuri
PublisherVishvamangal Prakashan Mandir
Publication Year1978
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy