________________
ઉપરના લખાણથી વાચકે એ પણ જોઈ શકશે કે તે વખતે સવ. આ. ભ. શ્રીમદ વિજયવલભસૂરિજી મહારાજને અભિપ્રાય પણ એ જ હતો કે “ભગવાનની માતાને આવેલાં સ્વપ્ન આદિની ઉછામણમાં જે દ્રવ્ય ઉત્પન્ન થાય તે દેવદ્રવ્ય ગણાય. (વિ. સં. ૨૦૨૧ માગશર સુદિ ૮ રવિવાર તા. ૧૩-૧૨-૬૪ પેજ ૩૧ દર) (જૈન પ્રવચન વર્ષ ૩૫ અંક ૪૧)
નોંધઃ– જૈનપ્રવચનના ઉપરોક્ત લખાણથી એ હકીકત સ્પષ્ટ રીતે સિદ્ધ થાય છે કે, તેમાં પ્રસિદ્ધ થયેલ પૂ. પાદ આચાર્ય મહારાજ શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજશ્રીના મંતવ્યને લિપિબદ્ધ કરીને પુસ્તકાકારે પ્રસિદ્ધ કરનાર આ. ભ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજશ્રી પૂ. પાદ શ્રી આત્મારામજી મ.શ્રીને વિદ્યમાનકાલમાં યાવત વિ. સં. ૧૯૪૮માં આ ગપ્પ દીપિકા સમીર પુસ્તક પ્રસિદ્ધ થયેલ ત્યાં સુધી તે શાસ્ત્રાનુસારી માન્યતા પ્રમાણે સ્વપ્નાની ઉપજને દેવદ્રવ્યમાં લઈ જવાની માન્યતાવાળા હતા. તેમજ સ્વપ્ન ઉતારવા આદિ પ્રવૃત્તિ દેવદ્રવ્યની વૃદ્ધિને માટે છે, તેમ માન્યતા ધરાવનારા હતા; તે વસ્તુ આ આ પુસ્તકની પ્રસિદ્ધિ માટે તેમણે લખેલ પીઠિકાના લખાણથી સ્પષ્ટ પણે જણાઈ આવે છે. - ત્યાર બાદ વિ. સં. ૧૯૯૦ રાજનગર શ્રમણ સંમેલનમાં પણ તેઓશ્રીએ ઠરાવ નં. ૨ માં પિતાની સહી કરી છે. તે ઠરાવ નં. ૨ ની પેટા કલમ ૧-૨, તથા ૩ આ મુજબ છે.