________________
[ રે ]. સ્વપ્નની ઉપજ સાધારણ ખાતે લઈ જવામાં સમ્મત હતા.' એ સત્યથી વેગળું છે, જે કોઈએ પણ તેઓશ્રીના નામથી દેરવાઈ જઈને સ્વપ્નની ઉપજને સાધારણ ખાતામાં લઈ જવાની પ્રવૃત્તિ કરી હોય અગર તેવી શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિને સમ્મતિ આપી હેય, તે તેમણે પિતાની તે પ્રવૃત્તિને અગર પિતાની તે સમ્મતિને પાછી ખેચી લેવી જોઈએ અને થઈ ગયેલી ભૂલ સુધારી લેવી જોઈએ.
ઉપર પ્રશ્નોત્તર ક્યા સંજોગોમાં નિર્મા, તેનું ધ્યાન ઉક્ત “ગપ્પદીપિકાસમીર માં વિસ્તારથી આપવામાં આવ્યું છે.
વિ. સં. ૧૯૩૮માં પૂ આ. મ. શ્રીમદ વિજયાનન્દસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજા અમૃતસર શહેરમાં પધાર્યા હતા. તે વખતે એ શહેરમાં સ્થા. સ્વામી અમરસિંહજી પણ વિદ્યમાન હતા. એ વખતે એકવાર સ્થા. સવામી અમરસિંહ જીએ શ્રાવકોની પાસે વાત કરી કે – “જે પ્રશ્ન આત્મારામજી મને કરશે તેને ઉત્તર હું શાસ્ત્રાનુસાર આપીશ.” આ વાત પૂ આ. ભ. શ્રી વિજયાદસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજાના જાણવામાં આવતાં, તેઓશ્રીએ સં. ૧૯૭૮ ના ચિત્ર સુદિ ૩ ને શુક્રવારે ૨૧ પ્રશ્નો લખીને બીકાનેર નિવાસી છગમલજી સિપાણીની સાથે સ્થા. સ્વામી અમરસિંહજીને લખી મોકલ્યા હતા.