________________
ખંડ: ૨ જે સ્વપ્નની ઉપજ દેવદ્રવ્યમાં જ જાય એ હકીકત શાસ્ત્રાનુસારી સુવિહિત મહાપુરુષોએ સ્વીકારેલી અને ઉપદેશેલી છે.
નોંધા- પૂ. પાદ ન્યાયનિધિ વીસમી સદીના અદ્વિતીય શાસન પ્રભાવક આચાર્ય દેવ શ્રીમદ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજશ્રીના નામે તેમના જ સમુદાયના સાધુમહાત્માઓ તરફથી જયારે એમ કહેવામાં આવે છે કે, “તેઓશ્રીએ સુપનાની ઉપજ સાધારણ ખાતામાં (ને તે ખાતું એટલે જેમાં શ્રાવક-શ્રાવિકાના અંગત ઉપયોગમાં લેવાને પણ સમાવેશ થાય તેમાં) લઈ જવાનું જણાવેલ છે, ને તેવી પ્રવૃત્તિને ઉત્તેજન આવેલ છે. આ જાતના ભ્રામક પ્રચારની સામે તેઓશ્રીમદના સમુદાયનાને તેઓશ્રીમદ્દની પાટ પરંપરામાં આવેલા પૂ. બાદ વ્યાખ્યાન વાચસ્પતિ પરમશાસન પ્રભાવક આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીએ “જૈન પ્રવચનમાં જે સત્તાવાર ને સચોટ પ્રતિકાર કરીને પૂ પાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજશ્રી અક્ષરનામ પૂ આત્મારામજી મહારાજશ્રી સ્વપ્નની ઉપજ દેવદ્રવ્યમાં જ લઈ જવાની શાસ્ત્રીય માન્યતામાં માનનારા હતા. તે પ્રતિપાદન કરેલ છે. જૈનપ્રવચનમાં પ્રસિદ્ધ થયેલ તે લખાણ અક્ષરશઃ અત્રે ઉદ્ધત કરીને રજૂ થાય છે.
સપાલક