________________
[૩૮] હોય, તે સ્વચ વિચારી લેશે. વિજ્ઞસંતોષી માણસે બીજાની હાનિ કરવા બાબત તtt” કઈ બકે તેથી શું ? જે કંઈ પાસે મહારાજના હાથની લેખી કલમ નીકળે તે ખરી, નહિ તે લેકેનાં ગપ્પાં ઉપર વિશ્વાસ કરે નહિં. મારા જાણવામાં તે કઈ વખતે પણ એમ આવ્યું નથી, કે સ્વપ્નના પૈસા ઉપાશ્રયમાં ખરચવામાં સંમતિ આપી હેય. હાલ એ જ.
દ: ચતુરવિજય
- પૂ. આત્મારામજી મ.નાં જ આજ્ઞાવત મુનિરાજશ્રીએ પણ સ્પષ્ટ જણાવેલ છે કે,
સ્વપ્નની ઉપજ દેવદ્રવ્યમાં જ જાય નોંધ-બીજે મહત્વને પત્ર અહિં પ્રસિદ્ધ થઈ રહેલ છે; જે પણ ખૂબજ ઉપયોગી હકીકત પર પ્રકાશ પાડે છે, પૂ. આ. ભ. શ્રી વિજયાનંદસૂરિજી મ. શ્રી અરિનામ પૂ. આત્મારામજી મહારાજશ્રીના સમુદાયમાં તેમના જ ખુદના હસ્તે દીક્ષિત પ્રશિષ્યરત્ન પુ. શાંતમૂર્તિ મુનિરાજ હંસવિજયજી મહારાજ કે જેઓ પૂ. આ મ. શ્રી વિજ્યવલ્લભસૂરિજી મહારાજશ્રીના શ્રદ્ધેય તથા આદરણીય હતા. તેઓશ્રીએ પાલનપૂર શ્રી સંઘે તેમને પૂછેલ પ્રશ્નોના જવાબમાં જે જે વાતે શાસ્ત્રીય પ્રણાલી અને ગીતાર્થ મહાપુરૂષોને માન્ય રીતે જણાવી છે, તે આજે પણ તેટલી જ મનનીય અને આચરણીય છે. જેમાં દેવદ્રવ્યની વ્યવસ્થા, જ્ઞાનદ્રવ્ય તથા સ્વપ્નની ઉપજ આદિની શાસ્ત્રાનુસારી વ્યવસ્થાને અંગે તેઓશ્રીએ કેટ-કેટલું સ્પષ્ટ અને સચોટ માર્ગદર્શન આપેલ છે, તે ભારતભરના શ્રી સંઘોને અનંત ઉપકારી પરમ તારક શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાને આરાધનાના આરાધક ભાવને અખંડિત રાખવા માટે ખૂબજ જાગૃત બનવા પ્રેરણા આપી જાય છે. સર્વ કેઈ સહદય ભાવે આ પ્રશ્નોત્તરીને વિચારે.-સંપાદક