________________
[ ૩૭ ] આથી એ સ્પષ્ટ છે કે, સ્વપ્ન દ્રવ્યની ઉપજ કદિયે ઉપાશ્રયમાં વપરાય નહિં આજે એ પત્રને લખે પ૭ વર્ષ થવા છતાં તેથી એટલું તે સમજી શકાય છે કે, ખુદ તે કાલે એટલે આજથી પ૭ વર્ષ પહેલાં ' પણ પૂ. પાદ આ. મ. ની વિજયાનંદસૂરિજી મહારાજશ્રીના શ્રમણ સમુદાયમાં અરે ખુદ પૂ. આ. મ. શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજશ્રીના સમુદાયમાં પણ સ્વપ્ન દ્રવ્યની ઉપજ દેવદ્રવ્યમાંજ જતી હતી, ને જે શાસ્ત્રાનુસારી અને સુવિહિત પરંપરા માન્ય પ્રણાલી છે, અને જેને પૂ. વિદ્વાન મુનિરાજ શ્રી ચતુરવિજયજી મ. જેવા સાહિત્યકાર અને અનેક શાસ્ત્રગ્રંથોના સંપાદક-સંશોધક તથા પૂ. આ. ભ. શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજશ્રીના આજ્ઞાવર્તી પણ માનતા હતા ને તે મુજબ વર્તતા હતા.
જે નીચે પ્રગટ થયેલ તેઓશ્રીને પત્ર આપણને એ વાતની પ્રતીતિ કરાવે છે.
સંપાદક
તા. ૬-૭-૧૭ મુંબઈથી લિ. મુનિ ચતુરવિજયજી તરફથી.
ભાવનગર મધ્યે ચારિત્રપાત્ર મુનિ શ્રી ભક્તિવિજયજી તથા યશવિજયજી યોગ્ય અનુવંદના સુખશાતા વાંચશે. તમારે પત્ર મળે. ઉત્તરમાં ક્રમથી નીચે પ્રમાણે.
પાટણના સંઘ તરફથી, કેઈ તમારા લખવા પ્રમાણે ઠરાવ થયો હોય તેમ અમારા સાંભળવામાં કે અનુભવમાં નથી. પરંતુ પિલીઆ ઉપાશ્રયે એટલે જતીના ઉપાશ્રયમાં બેસના રાએ એ સ્વપ્નના ચડાવામાંથી અમુક ભાગ ઉપાશ્રય ખાતે લે છે. એમ સાંભળવામાં છે, જયારે પાટણના સંઘ તરફથી આ (સ્વપ્નાની ઉપજ ઉપાશ્રયમાં લઈ જવા માટે) ઠરાવ થયે નથી, તે ગુરુજીની અનુમતિ-સંમતિ ક્યાંથી