________________
સ્વપ્નની ઉપજ દેવદ્રવ્યમાં જ જાય? એ મુજબ પૂ. પાદ શ્રી આત્મારામજી મહારાજને સ્પષ્ટ શાસ્ત્રમાન્ય સુવિહિત પરંપરા પ્રમાણેને અભિપ્રાય.
નોંધ-કલા કેટલાક વર્ષથી એવી હવા ઈરાદાપૂર્વક ફેલાવવામાં આવે છે કે, પૂ. પાદ આચાર્ય માં શ્રી વિજયાનંદસૂરિ મહારાજશ્રીએ રાધનપુરમાં સ્વપ્નાની ઉપજ સાધારણમાં લઈ જવાને આદેશ શ્રી સંધને આવેલ. આ હકીક્તને અમારે પણ વિ. સં. ૨૦૨૨ના ચાતુર્માસમાં સખ્ત પ્રતિકાર કરવાનો અવસર આવેલ તે વખતે અમારી શુભ નિશ્રામાં શ્રી જૈનશાસનના અનુરાગી શ્રી સંઘે ઠરાવ કરીને રાધનપુરમાં સ્વપ્નની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવાનું ઠરાવેલ. ત્યારબાદ આજે તે સારાયે રાધનપુર શ્રી સંઘમાં સર્વાનુમતે સ્વપ્નાની ઉપજ દેવદ્રવ્યમાં જાય છે..
પણ પૂ૦ પાદ આત્મારામજી મહારાજજી જેવા શાસનમાન્ય સુવિહિત શિરોમણિ જૈન શાસનથંભ મહાપુરુષના નામે કેવી કપોલકલ્પિત મનઘડત વાત વહેતી થાય છે, તે ખરેખર દુખદ છે, નીચે રજુ થયેલ તેઓશ્રીએ રચેલ “ગપ્પ દીપીકા સમીર નામના ગ્રંથમાંથી તેઓ છીએ જે સ્પષ્ટ રીતે જણાવેલ છે, તે ખૂબ મનનીય અને માર્ગદર્શક છે.
સ્થાનકવાસી સંપ્રદાયના આર્યા શ્રી પાર્વતીબાઈએ લખેલ સમકિત સાર' પુસ્તકની સમાલોચના કરતાં પૂ. પાદ શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજે જે સ્વપ્નની ઉપજ બાબતમાં ખૂલાસો કરેલ છે, તેથી સ્પષ્ટ થાય છે કે તેઓશ્રીએ ફરમાવેલ છે કે “સ્વપ્નની ઉપજ દેવદ્રવ્યમાં જ જાય છે”
આ પુસ્તક પૂ. પાદ આત્મારામજી મ. શ્રીના આદેશથી તેઓશ્રીના પ્રશિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી વલ્લભવિજ્ય મહારાજશ્રીએ સંપાદિત કરેલ છે. પાછળથી જેઓશ્રી પૂ. આ. ભ. શ્રી વિજયવલ્લભસરિભ. શ્રી તરિકે પ્રસિદ્ધ થયેલ.
-સંપાદક