________________
[ રૂર ]. મ. શ્રી ના પટ્ટાલંકાર વર્તમાનમાં પૂ. આ. ભ. શ્રી વિજય ધર્મધુરંધરસૂરીશ્વરજી મ. ને છે. ).
( ૨૧ )
રાજકોટ તા. ૮-૮-૫૪ પં. કનકવિજય ગણિ આદિ, ઠા. ૬. તરફથી તત્ર દેવગુરુ-ભક્તિકારક શ્રમણે પાસક સુશ્રાવક અમલાલ રતિલાલ યેય ધર્મલાભપૂર્વક લખવાનું કે અત્રે દેવગુરુ કૃપાથી સુખશાતા છે. તમારે તા. ૪-૮-૫૪ ને પત્ર મળે. જણાવવાનું કે સ્વપ્નાં, પારણું આ બંન્નેની ઉપજ દેવદ્રવ્ય ગણાય. અત્યાર સુધી સુવિહિત શાસનમાન્ય પૂ. આચાર્ય દેવને એ જ અભિપ્રાય છે. શ્રી તીર્થકર દેવેની માતા આ સ્વપ્નને જુએ છે. માટે એ નિમિત્તે જે કંઈ બોલી બોલાય તે શાસ્ત્રદષ્ટિએ તથા વ્યવહારૂદષ્ટિએ તેની ઉપજ દેવદ્રવ્ય જ ગણાય.
સેન પ્રશ્ન ૩ જા ઉલ્લાસમાં પં. વિજયકુશલગણિકૃત પ્રશ્નના (૩૯ મા પ્રશ્નમાં પૂછેલું છે. તેના) જવાબમાં જણાવ્યું છે કે દેવને માટે આભૂષણ કરાવ્યા હોય તે ગૃહસ્થને તે આભૂષણે કપે નહિ. કારણ અભિપ્રાય સંકલ્પ દેવનિમિત્ત હોય તે ન કલ્પે. - તે રીતે સંઘ વચ્ચે જે સ્વપ્નાંઓ કે પારણું દેવ સંબંધી છે. તેને અંગે બોલી બોલે તે તે દ્રવ્ય સ્પષ્ટ રીતે સંકલ્પ દેવ સંબંધીને લેવાથી દેવદ્રવ્ય ગણાય. ૧૯૦ માં સાધુ સંમેલન થએલું ત્યારે પણ મૌલિક રીતે પૂ. આચાર્યદેવોએ