________________
[ ૨૮]
- મુ. લીબડી શ્રાવણ સુદ ૭ ધર્મવિજય આદિ તરફથી. સુશ્રાવક અમલાલ રતીલાલ મુ. વેરાવળ.
ગ્ય ધર્મલાભ સાથે જણાવવાનું કે પત્ર મળ્યો. બીના જાણી ઉત્તરમાં જણાવવાનું કે સ્વપ્ન પારણાદિની બોલીનાં ઘીની ઉપજ શાસ્ત્રદષ્ટિએ દેવદ્રવ્યમાં જઈ શકે છે. તેમજ તીર્થમાળા ઉપધાનની માળાદિનાં ઘીની ઉપજ પણ દેવદ્રવ્યમાં જઈ શકે છે. તેને શાસ્ત્રમાં પાઠ પણ છે. માટે દેવદ્રવ્યમાં લઈ જવું ઉચિત છે. ધર્મસાધનમાં ઉદ્યમ રાખશો.
દઃ ધર્મવિજયના ધર્મલાભ. ( આ અભિપ્રાય પૂ. આ. ભ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન ઉપાધ્યાયજી ધર્મવિજયજી મહારાજને છે.)
(૧૯) નાગપુર સીટી નં. ર ઈતવારી બઝાર,
જૈન . ઉપાશ્રય તા. ૧૧-૮-૫૪ ધમસાગર ગણિ આદિ ઠા. ૩ તરફથી.
સુશ્રાવક દેવગુરુ-ભક્તિકારક શાહ અમીલાલ રતિલાલ વેરાવળ, ધર્મલાભપૂર્વક લખવાનું કે તમારો પત્ર તારીખ ૯-૮-૫૪ ને આજે મળે. વાંચી બીના જાણી,