________________
[ ૧૭ ] ચૌદ સ્વપ્ન પારણું, ઉપધાનની માળાનું ઘી દેવદ્રવ્યમાં લઈ જવું એ જ વ્યાજબી છે. શાસ્ત્ર તેમજ પરંપરાના આધારેની હકીકત તો રૂબરૂમાં શાંતિથી સમજાવી શકાય. ધર્મભાવનામાં વૃદ્ધિ કરશે.
દઃ ધમ વિજયના ધર્મલાભ. (આ અભિપ્રાય પૂ. આ. ભ. શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મ. ના પટ્ટધર પૂ. આ. ભ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજનો છે. )
(૧૭) શ્રી જૈન જ્ઞાનવર્ધકશાળા, વેરાવળ શ્રા. વ. ૧૦ પરમપૂજ્ય પ્રાતઃસ્મરણીય આચાર્યદેવ શ્રીમદ વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. મુનિરાજ શ્રી પાશ્વવિજયજી મહારાજ આદિ ઠાણું ૬ તરફથી.
દેવગુરુ-ભક્તિકારક સુશ્રાવક અમીલાલ રતિલાલ જૈન ચોગ્ય. ધર્મલાભપૂર્વક જણાવવાનું જે તમારા તરફથી પત્ર મળે. વાંચી વિગત જાણી. જવાબમાં જણાવવાનું જે
ચૌદ સુપન, પારણાં, ઘેડિયા તથા ઉપધાનની માળાની બેલીનું ઘી (ઉપજ) શાસ્ત્ર આયારે દેવદ્રવ્યમાં જ લઈ જવાય. સાધારણમાં લઈ જવું શાસ્ત્ર આધારે તેમ જ પરંપરા પ્રમાણે બીલકુલ ગેરવ્યાજબી છે. આ માટે શાસ્ત્રીય પાઠે છે.
દઃ જિનેન્દ્રવિજયના ધર્મલાભ.