________________
[૪] તો એકલા હાથે એટલી રકમ આપી શકે કે જેના વ્યાજમાંથી પણ આવા પરચુરણ પર નભતા રહે અને પોતાના દેષ્ટાંતથી બીજાને પણ એ માગે પ્રેરી શકે. જ્યારે એના એ સમાજે જ ખર્ચ ઉપાડવાનું છે તે પ્રથમથી જ સાધારણની સારી જેવી ટીપ કરી લેવી હિતાવહ ગણાય. ''
હમેએ તમારા કરેલા ઠરાવ મુજબના ઠરાવ કેટલાક ઠેકાણે થયેલા જાણ્યાં છે. પરંતુ પણ તે જૂદા જ છે. અને અમે પણ જ્યાં સુધી હમારે આવાજ પહોંચી શક્યું છે, ત્યાં સુધી વસ્તુને મૂળ સ્થિતિ ઉપર લાવી સાધારણની જુદી ઉપજ કરાવવા પ્રયત્ન કર્યો છે. અને ગુરુકૃપાએ કેટલાક સ્થળે સફળતા પણ મળી છે.
ઘણા સ્થળે એવા પણ જોવામાં આવે છે કે જ્યાંના કારભારીએ પિતાની બુદ્ધિ અનુસાર અમુક વ્યવસ્થા વરસો સુધી ચલાવી રાખે છે અને સ્થિતિ સાફ બગડતા મુનિરાજે પાસે ફરિયાદ લઈને જાય છે, જેનું પરિણામ અરણ્યરૂદન સિવાય કાંઈ પણ આવતું નથી. ધર્મકાર્ય લખશે. ધમકાર્યમાં ઉદ્યમ રાખશે.
–ક્ષમાવિજય હમારા અક્ષર બરાબર વાંચી ન શકાય આટલા ખાતર પત્ર ગુજરાતીમાં લખાવ્યો છે. વસ્તુસ્થિતિ વિચારી ત્યાં શ્રી સંઘને કલ્યાણકારી પ્રવૃત્તિમાં કાયમ રાખશે.
ખંભાત, સૂરત વિગેરે પ્રાચીન પ્રણાલિકા રુચિવતા શહેરમાં આવી ઘાલમેલ નથી.