________________
[૨૨] પ્રથમ અઢી રૂપિયાના ભાવથી દેરાસરજીમાં લઈ જતા. હવે પાંચને ઠરાવ કરી અડધું સાધારણમાં લઈ જવાનો ઠરાવ કરે છે, તે બાબતમાં વિચારણીય પ્રશ્ન છે. કારણ જે અઢીના પાંચ કરીએ ત્યારે જે અઢીના ભાવથી ઘી બોલાતું હેય તેમાંથી પાંચના ભાવનું સ્વાભાવિક છું જ બોલાય. એટલે મૂળ આવકમાં ફેરફાર થાય. વળી મુનિ સંમેલન વખત-સાધારણમાં અડધું લઈ જવાનો ઠરાવ થયે નથી.
છતાં તમે વાવૃદ્ધ આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરિજી તથા વિજયનેમિસૂરિ મહારાજને પૂછાવી લેશે. - તમારા જેવા ગૃહસ્થ ધારે તે સાધારણ લેશ માત્ર ખાડો ન પડે, ન ધારીએ તે પડે. સૌથી ઉત્તમ માર્ગ તો પ્રથમ છે તે જ પ્રમાણે રાખવું. પછી કદાચ તમારા લખવા પ્રમાણે અડધો અડધ કરવું હોય તે ઉપર લખેલ બે ઠેકાણે પૂછાવીને કરી લેશો. તે બરાબર ધ્યાનમાં લેશે. ધાર્મિક ક્રિયા કરી જીવન સફળ કરશે. અમદાવાદ સુધી કદાચ આવવાનું થાય તે પાટણ શહેરના દેહેરાસરજીની જાત્રાનો લાભ લેશે.
(૯)
* ખંભાત આસો સુ. ૧ આ. વિજયક્ષમાભદ્રસૂરિ તરફથી. સુશ્રાવક દેવ-ગુરુ-ભક્તિકારક શેઠ જમનાદાસ મોરારજી યોગ્ય ધર્મલાભ સાથે માલુમ થાય કે તમારો પત્ર મલ્યો સમાચાર જાણ્યા.