________________
[...] સૂરત, ભરૂચ, અમદાવાદ, મહેસાણા અને પાટણમાં મારી જાણ મુજબ કેઈ અપવાદ સિવાય સુપનની આવક દેવદ્રવ્યમાં જાય છે. - વડોદરામાં પહેલાં હંસવિજયજી લાયબ્રેરીમાં લઈ જવાને ઠરાવ કર્યો હતો, પણ પાછળથી ફેરવીને દેવદ્રવ્યમાં લઈ જવાની શરૂઆત થઈ હતી.
ખંભાતમાં અમરચંદ શાળામાં દેવદ્રવ્યમાં જ જાય છે. ચાણુમામાં. દેવદ્રવ્યમાં જાય છે. ભાવનગરની ચોક્કસ માહિતી નથી.
અમદાવાદમાં સાધારણ ખાતા માટે ઘર દીઠ દર સાલ અમુક રકમ લેવાનો રીવાજ છે, જેથી કેશર, સુખડ, ધોતીયા વિગેરેને ખર્ચ થઈ શકે છે. એવી યોજના અથવા દરસાલ ટીપની યોજના કાયમ ચાલે તેવી રીતે શક્તિ પ્રમાણે થઈ જાય તે સાધારણમાં વાંધે આવે નહિં.
પણ સુપનની ઉપજ લઈ જવી એ તે કઈ રીતે ઉચિત લાગતું નથી. તીર્થકર દેવને ઉદેશીને જ સ્વપ્નાં છે અને તેથી તે નિમિત્તનું દેવદ્રવ્યમાં જવું જોઈએ.
ગ... દીપિકા સમીર” નામની ચોપડીમાં પ્રશ્નોત્તરમાં પૂજ્ય સ્વ. આચાર્યદેવ વિજયાનંદસૂરિજીને પણ એ જ અભિપ્રાય છપાયેલ છે, સને ધર્મલાભ જણાવશે.
એ જ દઃ હેમંતવિજયના ધર્મલાભ.