________________
[ 6 ] મહારાજની આજ્ઞાથી તત્ર સુશ્રાવક દેવગુરુ ભક્તિકારક જમનાદાસ મેરારજી યોગ્ય ધર્મલાભ વાંચશો.
તમારે પત્ર મળ્યો. વાંચી બીના જાણું, તમે દેવદ્રવ્યને ભાવ રૂપીયા રાા છે. તેને પાંચ કરી રાા સાધારણ ખાતામાં લઈ જવા માંગે છે તે જાણ્યું, પરંતુ તેમ થવાથી જે પચીશ મણ ઘી બોલવાને ભાવવાળો હશે તે બારમણ બોલશે. એટલે એકંદરે દેવદ્રવ્યને નુકશાન થવાને ભય રહે છે, માટે એમ કરવું એ અમોને ઉચિત લાગતું નથી. સાધારણ ખાતાની આવક કેઈ પ્રકારના લાગા નાખીને ઉત્પન્ન કરવી એ ઠીક લાગે છે. બીજા ગામોમાં શી રીતે થાય છે તેની અમને ખાસ માહિતી નથી. જ્યાં જ્યાં હમોએ ચોમાસું કર્યું છે ત્યાં ત્યાં દેવદ્રવ્યમાં મોટે ભાગે ગયું છે. કેટલેક ઠેકાણે સુપનની આવકમાંથી અમુક આની સાધારણ ખાતામાં લઈ જાય છે. પરંતુ એ પ્રમાણે કરનારા ઠીક નથી કરતા એમ અમારી માન્યતા છે. એ જ ધર્મ સાધનમાં ઊદ્યમ રાખશે
| દર પ્રવિણુવિજયના ધર્મલાભ.
સુબઇ લાલબાગ ભા. વ. ૧૪ પ. પૂ. પાદ આચાર્યદેવ શ્રી. વિજયપ્રેમસુરીશ્વરજી મત્ર તરફથી શાંતાક્રુઝ મળે દેવગુરુ ભક્તિકારક સુશ્રાવક જમનાદાસભાઈ ચેય ધર્મલાભ. તમારે પત્ર મળ્યો, વાંચી હકીકત જાણું.