________________
[૭] તે પૂર્વે તીર્થકર નામ બાંધ્યાથી તીર્થકરમાતા ચૌદ સ્વપ્નાં જુવે છે. તે ચ્યવન કલ્યાણકના અંગે સૂચવનારા છે, અમદાવાદમાં સ્વપ્નાની ઉપજ દેવદ્રવ્યમાં જાય છે. તે જાણશે.
એ જ, સંભારે તેને ધર્મલાભ કહેશે. દઃ પંન્યાસ સંપતવિજયજી ગણિના ધર્મલાભ.
તા. ૨૮-૯-૩૮ સિદ્ધક્ષેત્ર-પાલીતાણાથી લિ. આચાર્ય શ્રી વિજયમેહનસૂરિજી આદિ. તત્ર દેવગુરુ ભક્તિકારૂક સુશ્રાવક શેઠ જમનાદાસ મોરારજી મ. શાંતાક્રુઝ ગ્ય ધર્મલાભ સહઅત્ર દેવગુરુ પસાથે સુખશાતા છે. તમારે પત્ર મલ્યો, સમાચાર જાણ્યા.
પર્વાધિરાજ શ્રી પર્યુષણ પર્વમાં સ્વપ્નાના ચઢાવાનું દ્રવ્ય કયા ખાતાનું ગણાય તેમ પૂછયું તે તે બાબતમાં જણાવવાનું કે-ગજવૃષભાદિ જે ચૌદ મહાસ્વ શ્રી તીર્થકર ભગવંતની માતાને આવેલ છે. તે ત્રિભુવન પૂજ્ય શ્રી તીર્થંકર મહારાજા ગર્ભમાં પધારેલા હોવાથી તેમના પ્રભાવે જ માતાને ચૌદ સ્વપ્ન આવે છે, અર્થાત્ માતાને આવતા ચૌદ સ્વપ્નમાં તીર્થકર ભગવંત જ કારણ છે.
ઉપર મુજબ સ્વપ્નો આવવામાં જ્યારે તીર્થકર ભગવંત નિમિત્ત છે, તો તે સ્વપ્નની ઉછામણું ચઢાવવા નિમિત્તે ઉત્પન્ન થતું જે દ્રવ્ય હોય તે દેવદ્રવ્યમાં જ ગણાય, એમ