________________
[ 3 ] મુજબને કરેલ ઠરાવ શાસ્ત્રના આધારે અથવા પરંપરાએ બરાબર ગણાય કે કેમ? તે માટે આપને અભિપ્રાય જણાવવા મહેચ્છાની કરશેજી, કે જેથી તે ફેરફાર કરવાની અગત્ય હોય તે સવેળા કરી શકાય. શ્રી સુરત, ભરૂચ, વડોદરા, ખંભાત, અમદાવાદ, મહેસાણા, પાટણ, ચાણસ્મા, ભાવનગર કે અન્ય બીજા શહેરમાં કેવી પ્રણાલિકા છે ? અને તે શહેરના શ્રી સંઘ કેવી રીતે ઉપયોગ સુપનની બેલીના ઘીની ઉપજને કરે છે? તે માટે આપને અનુભવ જણાવવા મહેરબાની કરશે. - શ્રી સંઘના ઉપરના ઠરાવ મુજબ શ્રી સુપનની બોલીના ઘીની ઉપજ શ્રી દેવદ્રવ્ય અને સાધારણમાં લઈ જાય છે, શ્રી સંઘ દોષિત થાય કે કેમ? તે માટે આપશ્રીને અભિપ્રાય જણાવશોજી.
સંઘના પ્રમુખ, જમનાદાસ મોરારજી
ફરીથી તે વિષયને શ્રી સશે લખેલ બીજે પત્ર
પૂજ્ય પાદ... , , - સવિનય લખવાનું છે અને શ્રી સંઘ સુપનાની ઘીની બોલીના રૂા. રા) ને દર ગયા વર્ષ સુધી હતો. જે આવક અત્રે દેવદ્રવ્યમાં લેતા હતા. પણ સાધારણ ખર્ચને પહોંચી વળવા માટે શ્રી સંઘે વિચાર કરી એક ઠરાવ કીધું કે, અસલના રૂા. રા) આવે તે હંમેશની માફક દેવદ્રવ્યમાં