________________
[ ૨૨૯ ]. સ, સગવડના અભાવે જેઓ જિનપૂજા કર્યા વિના રહી જતા હોય, તેમને સગવડ આપવામાં આવે તે લાભ થાય ને?
શ્રી જિનપૂજા કરવાની સગવડ કરી આપવાનું મન થાય એ સારું છે, તમને એમ થાય કે-“અમે તે અમારા દ્રવ્યથી રોજ શ્રી જિનપૂજા કરીએ છીએ, પણ ઘણા એવા છે, કે જેમની પાસે એવી સગવડ નથી. તેવામાં પણ શ્રી જિનપૂજાના લાભથી વંચિત ન રહી જાય, તે સારૂં.” તે એ તમને શુભતું જ ગણાય; પણ, એમ થવાની સાથે જ, તમને એમ પણ થવું જોઈએ કે–પિતાના દ્રવ્યથી શ્રી જિનપૂજા કરવાની જેઓ પાસે સગવડ નથી, તેઓને અમારે અમારા દ્રવ્યથી પૂજા કરવાની સગવડ કરી આપવી જોઈએ.” આવું મનમાં આવતાં, “જેઓની પાસે પૂજા કરવાની સગવડ નથી, તેઓ પણ પૂજા કરનારા બને એ માટે પણ અમારે અમારા દ્રવ્યનો વ્યય કરવો.”- આ નિર્ણય જે તમે કરે, તે તે તમારા માટે લાભનું કારણ છે, પણ શ્રી જિનપૂજા કરનારને પિતાને મનભાવ કે હાય, એની આ વાત છે.
સવ બીજાના દ્રવ્યથી પૂજા કરનારને સારો ભાવ આવે જ નહિ ?
બીજાના દ્રવ્યથી શ્રી જિનપૂજા કરનારને માટે સારે ભાવ આવવાનું કારણ કર્યું? પોતાની પાસે શ્રી જિનપૂજાને