________________
[ ૨૨૪ ] દેવદ્રવ્યમાંથી દેવાય-એ વાત જુદી છે. જેને શું એવા ગરીબડા થઈ ગયા છે કે–પિતાના દ્રવ્યથી ભગવાનની દ્રવ્યપૂજા કરી શકે તેમ નથી ? અને એ માટે, દેવદ્રવ્યમાંથી તેમની પાસે ભગવાનની પૂજા કરાવવી છે? જૈનેનાં હૈયામાં તે, એ જ વાત હેવી જોઈએ કે “મારે મારા દ્રવ્યથી જ ભગવાનની દ્રવ્યપૂજા કરવી છે!” દેવદ્રવ્યની વાત તે દૂર રહી, પણ અન્ય શ્રાવકના દ્રવ્યથી પણ પૂજા કરવાનું કહેવામાં આવે, તે જેને કહેતા કે એના દ્રવ્યથી અમે પૂજા કરીએ, તેમાં અમને શું લાભ ? અમારે તે, અમારી સામગ્રીથી ભક્તિ કરવી છે!' શ્રાવકે દ્રવ્યપૂજા શા માટે કરવાની છે? આરંભ અને પરિગ્રહમાં ગ્રસ્ત, જે છતી શક્તિએ દ્રવ્યપૂજા કર્યા વિના જ ભાવપૂજા કરે, તે તે પૂજા વાંઝણ ગણાય. શ્રાવક પરિગ્રહના વિષને ઉતારવાને માટે ભગવાનની દ્રવ્યપૂજા કરે. પરિગ્રહનું ઝેર ઘણું ને ? એ ઝેરને ઉતારવાને માટે દ્રવ્યપૂજા છે. મંદિરમાં જાય ને કેઈ કેસરની વાટકી આપે તે એનાથી પૂજા કરે, તે એમાં એના પરિગ્રહનું ઝેર ઉતરે ખરું? પિતાનું દ્રવ્ય વપરાયું હોય, તે એમેય થાય કે-મારૂં ધન શરીરાદિને માટે તે ઘણું વપરાય છે, એમાં ધન જાય છે ને પાપ વધે છે, જયારે ત્રણ લેકના નાથની ભક્તિમાં મારું જે કાંઈ ધન વપરાય, તે સાર્થક છે.” પિતાના દ્રવ્યથી પૂજા કરવામાં, ભાવવૃદ્ધિને જે પ્રસંગ છે, તે પારકા દ્રવ્યથી પૂજા કરવામાં નથી. ભાવને પેદા થવાનું કારણ જ ન હોય, તે ભાવ પેદા થાય શી રીતિએ ?