________________
[ oરદ્દ ]
માટે ખર્ચી શકાય-એ પ્રમાણેનું દ્રવ્ય નથી અને શ્રી જિનપૂજાથી વંચિત રહેવું-એ ગમતું નથી, એ માટે જો એ પારકા દ્રવ્યથી શ્રી જિનપૂજા કરતા હાય, તા એને ‘પૂજામાં પારકુ દ્રવ્ય વાપરવું પડે છે અને પેાતાનું દ્રવ્ય વાપરી શકતા નથી.' એ ખટકે છે, એમ નક્કી થાય છે; એટલે, એની ઈચ્છા તા પાતાના દ્રવ્યથી જ પૂજા કરવાની થઈ ને ? શક્તિ નથી, એ પૂરતા જ એ પારકા દ્રવ્યથી પૂજા કરે છે મૈં ? તક મળે, તેા પેાતાના દ્રવ્યથી પૂજા કરવાને, એ ચૂકે નહિ ને ? આવી મનેાવૃત્તિ હોય તા સારા ભાવ આવી શકે, કારણ કે જેણે પરિગ્રહની મૂર્છા ઉતારીને પૂજાનું સાધન આપ્યું, તેની એ અનુમાદના કરતા જ હોય. પશુ, વિચારવા જેવી વાત તા એ છે કે આજે જે લેાકા, પેાતાના દ્રવ્યના વ્યય કર્યાં વિના જ પૂજા કરે છે, તે શું એવા ગરીબડા છે કે-પૂજાને માટે કાંઈ ખર્ચ કરી શકે જ નહિ ? જે શ્રાવકા ધનહીન હાય, તેને માટે તે શાસ્ત્ર કહ્યું છે કે-એવા શ્રાવકાએ ઘેર સામાયિક લેવું. પછી જો કાઈનું એવું દેવુ ન હાય, કે જે દેવાને કારણે ધમની લઘુતા થવાના પ્રસગ ઉપસ્થિત થવા પામે તેમ હોય, તે એ શ્રાવક સામાયિકમાં રહ્યો થકા અને ઈર્ષ્યાસમિતિ આદિના ઉપચાગવાળા અન્યા થઠ્ઠા, શ્રી જિનમંન્તિરે જાય. શ્રી જિનમન્દિરમાં જઈને,