________________
[ ૨૨૨ ] નિમિતે જે છે બોલી બોલાય તે સઘળું દેવદ્રવ્ય કહેવાય” -તે પછી સ્વમની બેલીની ઉપજ સાધારણમાં લઈ જવાની વાત તેઓ કેમ કરી કરી રહેલ છે? તે સમજી શકાતું નથી.
આ જ મુનિરાજશ્રી વિદ્યાવિજયજી મ. ના ગુરમહારાજ કાશીવાલા આ. ભ. શ્રી વિજયધર્મસૂરિજી, કેટલાયે વર્ષો પહેલાં એ જ માન્યતા ધરાવતા હતા કે, “કેટલાક ગામમાં સ્વપ્ર વગેરેની ઉપજ સાધારણ ખાતે લેવાની લેજના કરે છે, પરંતુ મારા ધાર્યા પ્રમાણે તે ઠીક નથી” -આવો શાસ્ત્રીય અભિપ્રાય ધરાવતા હતા.
પાલનપુરના શ્રીસંધને નયા શહેર (વ્યાવર)થી તેમણે લખેલ પત્રને અક્ષરશ: ઉતારે નીચે રજુ થાય છે. જેમાં આ હકીકત સ્પષ્ટ રીતે તેમણે જણાવેલ છે. આ રહ્યો તેમને એ પત્ર. -સંપાદક
“શ્રી નયા શહેરથી લિ. ધર્મવિજયાદિ સાધુ સાતના શ્રી પાલનપુર તત્ર દેવાદિ ભક્તિમાન્ મગનલાલ કક્કલ દોશી યોગ્ય ધર્મલાભ વાંચશે. તમારે પત્ર મળે છે. ઘી સંબંધી પ્રશ્ન જાણ્યા. પ્રતિક્રમણ સંબંધી તથા સૂત્ર સંબંધી જે બોલી થાય તે જ્ઞાના ખાતામાં લેવી વ્યાજબી છે, સુપના સંબંધિ ઘીની ઉપજનો વપ્ન બનાવવાં, પારણું બનાવવું વિગેરેમાં ખરચ કરે વ્યાજબી છે. બાકીના પૈસા દેવદ્રવ્યમાં લેવાની રીતિ પ્રાયઃ સવ ઠેકાણે માલમ પડે છે. ઉપધાનમાં જે ઉપજ થાય તે જ્ઞાન ખાતે. તથા કેટલીક નાણ વિગેરેની ઉપજ દેવદ્રવ્યમાં જાય છે. વિશેષ તમારે ત્યાં મહારાજશ્રી હંસવિજયજી મહારાજ બિરાજમાન છે તેઓશ્રીને પૂછશે. એક ગાંવને સંઘ કલપના કરે તે ચાલી શકે નહીં. સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા મળી ચતુર્વિધ સંઘ જે કરવા