________________
[ ૨૨૨ ] ધારે તે કરી શકે. આજકાલ સાધારણ ખાતામાં વિશેષ પઈ ન હોવાથી કેટલાક ગામમાં સ્વપ્ન વગેરેની ઉપજ સાધારણ ખાતે લેવાની યોજના કરે છે. પરંતુ મારા ધાર્યા પ્રમાણે તે ઠીક નથી દેવદર્શન કરતાં યાદ કરશે”
નેધ:- ઉપરોક્ત આ. મ શ્રી વિ. ધર્મસૂરિ મહારાજે-મુનિ ધર્મવિજયજીના નામથી આચાર્ય પદવી પહેલાં લખેલા પત્રમાં સ્પષ્ટ જણાવેલ છે કે, “સુપન સંબંધી ઘીની ઉપજને સ્વમ બનાવવાં, પારણું બનાવવું વગેરેમાં ખરચ કરે. બાકીના પૈસા દેવદ્રવ્યમાં લઈ જવાની પદ્ધતિ સર્વ ઠેકાણે માલમ પડે છે. તદુપરાંત તેઓ એ પત્રમાં સ્પષ્ટ જણાવે છે કે “એક ગાંવનો સંઘ કલ્પના કરે તે ચાલી શકે નહિ. તેમજ તેઓ આગળ વધતાં જણાવે છે કે, “આજકાલ સાધારણ ખાતામાં વિશેષ પૈસે ન હોવાથી કેટલાક ગામમાં
સ્વમ વગેરેની ઉપજ સાધારણ ખાતે લેવાની યોજના કરે છે, પણ તે ઠીક નથી.”
ક્યાં તે વખતના મુનિશ્રી ધર્મવિજયજી મ. ના આ વિચારો ને , કયાં તેમના શિષ્ય મુનિશ્રી વિદ્યાવિજયજીના વિચારે! સુજ્ઞ વાચક ! બન્ને વચ્ચેની તુલના પિતાની સ્વતંત્ર વિવેકબુદ્ધિથી અવશ્ય કરી શકશે.
તે જ રીતે આ. ભ. શ્રી વિ. વલ્લભસૂરિ મહારાજના પિતાના મુનિશ્રી વલ્લભ વિજયજી હતા, તે અવસ્થાના વિચાર સ્વપ્નદ્રવ્યની બાબતમાં તેમજ સાધ્વીજીના પુરૂષોની સભામાં વ્યાખ્યાન વાંચવાની અશાસ્ત્રીય પ્રણાલી સંબંધ કેવા સુવિહિત મહાપુરૂષોની શાસ્ત્રાનુસારી પ્રાચીન પ્રણાલી મુજબના શાસ્ત્રીય તથા પ્રામાણિક તેમજ કલ્યાણકારી આત્માઓને માટે માર્ગદર્શક રૂપ હતા, તે તેઓશ્રીના લિખિત પુસ્તકના અક્ષરશઃ અત્રે રજૂ થતા અવતરણ પરથી સ્પષ્ટ રીતે સમજી શકાશે.
-સંપાદક