________________
[ ૨૨ ] શ્રીમાન વિદ્યાવિજયજી મહારાજશ્રીની તબીયત પહેલાં ઘણી જ નરમ થઈ ગઈ હતી. હાલમાં સુધારા પર છે પણ હજુ અશક્તિ ઘણું જ છે. તેથી સંથારાવશ છે. તમારે પત્ર તેમને મેં વંચાવ્યું હતું તેમણે લખાવ્યું છે કે–તમાએશાંતાક્રુઝના સંઘે જે ઠરાવ કર્યો છે તે વ્યાજબી છે તેમાં શાસ્ત્રીયદષ્ટિએ અને પરંપરાથી કઈ જાતનો દેષ કે વાંધે નથી. સંઘ પિતાની અનુકુળતા માટે સાતક્ષેત્રને સજીવન રાખવા માટે અનુકુળતા પ્રમાણે ઠરાવ કરી શકે છે અને રિવાજોને ફેરવી શકે છે. તેમાં કોઈપણ જાતને વાંધો નથી તે જાણશો, ધર્મકાર્યમાં ઉદ્યમ રાખશો. સૌને ધર્મલાભ કહેશે.
ગુજરાત-કાઠિઆવાડના કોઈ કોઈ ગામમાં તો સુપનની બધી ઉપજ સાધારણમાં લઈ જાય છે. કેઈ ગામમાં અરધી અરધી બન્નેમાં લઈ જાય છે. સૌ સૌની અનુકૂળતા પ્રમાણે સંઘ કરે છે સંઘ મળીને પોતાની અનુકુળતા પ્રમાણે ઠરાવ કરીને પછી તે પ્રમાણે વર્તન કરે તેમાં કોઈ જાતને દેષ નથી તે જાણજે.
- લિ. જયંતવિજય.
નોંધ - મુનિશ્રી વિદ્યાવિજયજી તરફથી લખાયેલ, આ પત્રના જવાબમાં સાંતાક્રુઝ શ્રી સંધ તરફથી પણ જવાબ લખાયેલ, જે આ. મ. શ્રી વિ. વલભસૂરિજી મ. ના પત્રના જવાબમાં જે જવાબ પેજ ૬૩-૬૪ પર આ પુસ્તિકામાં પ્રસિદ્ધ થયેલ છે. તે ભાવને જવાબ જણાવાયેલ. મુનિ શ્રી વિદ્યાવિજયજી મ. પણ ૧૯૯૦ના શ્રમણસમેલન વખતે રાજનગરમાં હાજર હતા. તે સંમેલનના ઠરાવમાં સ્પષ્ટરીતે જણાવાયેલ છે કે, “પ્રભુના મંદિરમાં કે બહાર ગમે તે ઠેકાણે પ્રભુના