________________
[ ૨૦૨ ] ફરી સં. ૨૦૧૪માં સમગ્ર શ્રમણ સંઘ મળી સ્પષ્ટ જાહેરાત લેખિત કરેલ છે કે, પ્રભુના મંદિરમાં કે મંદિર બહાર ગમે તે ઠેકાણે પ્રભુના પાંચ કલ્યાણક નિમિત્તે તથા માલ પરિધાનાદિ દેવદ્રવ્ય વૃદ્ધિના કાર્યથી આવેલ તે દેવદ્રવ્ય કહેવાય.
આમાં મુનિ પુણ્યવિજયજી આદિ બધાની સહીયો છે અને સામ્લ રહી તેમણે જ લખાવેલ છે.
આથી રાધનપુરવાળા ભાઈઓની દલીલ-સમગ્ર શ્રમણ સંઘ સર્વાનુમતે નિર્ણય આપે તે બાબત પણ આવી જાય છે. '
(૨૨) પૂ. આચાર્ય મ. માણિયસાગરસૂરિજી મહારાજ જામનગર
કા. સુ. ૫ રાજનગર સાધુ સંમેલનના પટ્ટકમાં “પ્રભુના મંદિરમાં કે મંદિર બહાર ગમે તે ઠેકાણે પ્રભુના નિમિત્તે જે જે બોલી બોલાય તે સઘળું દેવદ્રવ્ય કહેવાય” આ પ્રમાણે લખાણ છે. પત્રિકામાં પટ્ટકના નામે જે લખાણ લખ્યું છે તે ખોટું છે.
( ૨૦ ) પૂજ્ય આચાર્ય મ, જંબુસૂરિજી મહારાજ પાલીતાણા
કા. . ૫ રાધનપુરના હેન્ડબીલમાં જે અખીલ સંમેલનના ઠરાવથી “સુપનાની બલીનું ઘી જે ગામમાં જે પ્રમાણે લઈ જવાનું