SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨ ] પૂ૦ આત્મારામજી તથા આ૦ વલભસૂરિજીએ સૂપનાની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવાનું માનતા હતા. તેવું સ્પષ્ટ પ્રમાણ પૂરવાર દાખલાથી આ પત્રિકામાં આપવા ભાવના છે. સાથેસાથે સંમેલનના કાયદાને જંગ પૂ. આત્મારામજી : અને આ૦ વલભસૂરિજીના નામે તેઓ ન કરી શકે. * લી. પંન્યાસ સુજ્ઞાનવિજય. પૂ. આચાર્ય કેલાસસાગરસૂરિજી મ. સહેર. આસો વદ ૭ સુપનાની ઉપજ માટે શ્રી મુનિસંમેલનને ઠરાવ નીચે મુજબ છે. પ્રભુના મંદિરમાં કે મંદિર બહાર ગમે તે ઠેકાણે પ્રભુજીના નિમિત્તે જે જે બોલી બોલાય તે સઘળું દેવદ્રવ્ય કહેવાય.” ઉપરના ઠરાવ પ્રમાણે જ વર્તન રાખવું જોઈએ, તેથી વિરૂદ્ધ આચરણ શાસ્ત્ર તથા પરંપરાની આજ્ઞા વિરુદ્ધ જ ગણાય. રાધનપુર સંઘના ભાઈઓએ કરેલ જાહેરાત તે બિલકુલ મુનિસંમેલનને સંમત નથી. પૂ. પંન્યાસજી મ૦ શ્રી કંચનવિજયજી મ. ધાનેરા આસો વદ ૭ - તમે જે રાધનપુર પત્રિકા સામે વિરોધ બતાવ્યા તે બરોબર છે અને અમે તે બાબતમાં સંમત છીએ.
SR No.006102
Book TitleSwapnadravya Devdravya J Che
Original Sutra AuthorN/A
AuthorKanakchandrasuri
PublisherVishvamangal Prakashan Mandir
Publication Year1978
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy