________________
શ્રી અનંતનાથ ભગવાનનું સ્તવન
સંવેદના સિંહસેન રાજાના કુળમાં મંગળ દીપક સમાન અને સુયશાદેવીના પુત્ર હે અનંત ભગવાન !
તમે અનંત સુખ આપો.
સમેતશિખર ટુંકનો દુહો સ્વયંભૂ ગિરિ ટુંક અંનતનાથ, સમેતશિખર તીર્થ સાર; સિદ્ધા મુનિ ક્રોડો અહીં, નમું પૂછું અનંતી વાર.
ધાર તલવારની સોહિલી દોહિલી, ચૌદમાં જિનતણી ચરણસેવાર ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા ૧ એક કહે સેવીએ વિવિધ કિરિયા કરી, ફળ અનેકાંત લોચન ન દેખેઃ ફળ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિમાંહિ લેખે ૨ ગચ્છના ભેદ બહુ નયન નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે. ઉદર ભરણાદિ નિજ કાજ કરતાં થકા, મોહ નડિયા કલિકાલ રાજે ૩ વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચોઃ વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફળ, સાંભળી આદરી કાંઈ રાચો ૪ દેવગુરુ ધર્મની શુદ્ધિ કહો કીમ રહે ? કિમ રહે શુદ્ધ શ્રદ્ધા ન જાણો ? શુદ્ધ શ્રદ્ધા ન વિણ સર્વ કિરિયા કહી, છાર પર લીંપણું તેહ જાણો ૫ પાપ નહીં કોઈ ઉત્સુત્ર ભાષણ જિસ્ય, ધર્મ નહીં કોઈ જગસુત્ર સરિખો: સૂત્ર અનુસાર જે ભાવિક કિરિયા કરે, તેહનું શુદ્ધ ચારિત્ર પરિખો ૬ એહ ઉપદેશનો સાર સંક્ષેપથી, જે નરા ચિત્તમાં નિત્ય ધ્યાવેઃ તે નરા દિવ્ય બહુ કાળ સુખ અનુભવી, નિયત આનંદઘન રાજ પાવે છે
જાપ : 35 હ્રીં શ્રીં અહં અનંતનાથાય નમઃ |
જાપ ફળ : વિધા પ્રાપ્ત થાય
ભગવાન ૩ ભવ (૧) પદ્ધધર રાજા (સમકિતની પ્રાપ્તિ) (તીર્થકર નામ કર્મ ગોત્ર ઉપાર્જન)
(૨) પ્રાણતે દેવ (૩) અનંતનાથ ભગવાન
હોય
અનંત અનંતવાણી, જાસ મહિમા ગવાણી, સુરનર તિરિ પ્રાણી, સાંભળે જાસવાણી એક વચન સમજાણી, જેહ સ્યાદ્વાદ જાણી, તર્યા તે ગુણ ખાણી, પામીઆ સિદ્ધિ રાણીઃ
શ્રી અનંતનાથ ભગવાન પંચકલ્યાણક આરાધના ૧. ચ્યવન કલ્યાણક તિથિ - અષાઢ વદ ૮૦ જાપ - ૐ હીં અનંતનાથાય પરમેષ્ઠિને નમઃ ૨. જન્મ કલ્યાણક તિથિ ચૈત્ર વદ ૧૩ જાપ - ૐ હ્રીં અનંતનાથાય અહત નમ: ૩. દિક્ષા કલ્યાણક તિથિ - ચૈત્ર વદ ૧૪ જાપ - ૐ હીં અનંતનાથાય નાથાય નમઃ ૪, કેવલજ્ઞાન કલ્યાણક તિથિ - ચૈત્ર વદ ૧૪ જાપ - ૐ હ્રીં અનંતનાથાય સર્વજ્ઞાય નમ: ૫. મોક્ષ કલ્યાણક તિથિ - ચૈત્ર સુદ ૫ જાપ - ૐ હ્રીં અનંતનાથાય પારંગતાય નમઃ
o૮