________________
શ્રી અનંતનાથ ભગવાન વિશિષ્ટ આરાધના
સંસ્કૃત સ્તુતિ
स्वयम्भूरमणस्पर्द्धि, करुणारसवारिणा 1 अनन्तजिदनन्तां वः, प्रयच्छतुसुखश्रियम् ॥
અર્થ : સ્વયંભૂરમણ (છેલ્લા) સમુદ્રની હરીફાઈ કરનાર અર્થાત્ તેથી પણ અધિક એવા કરુણારસરૂપી જળવડે યુક્ત શ્રી અનંતનાથ ભગવાન તમને, જેનો અંત નથી એવી મોક્ષ સુખ રૂપી લક્ષ્મીને આપો.
હિન્દી સ્તુતિ
भव ताप हरणं सुख करणं, विमल ज्ञान सुधापनं । सब नरक टारन दुःख निवारन, मुक्ति रामा आपनं । अनंत गुण तुम मांही प्रभुजी, अनंतनाथ जिनेश्वरं । सब भविक जन मिल करो पूजा, जपो नित परमेश्वरं । મરાઠી સ્તુતિ
दर्शन दे रे दे रे भगवंता किति अंत पाहू नको रे अनंता सादि अनंता तु आहे आता अनंतनाथा तु अनंता अनंता અંગ્રેજી સ્તુતિ
So many stars are in the sky, Counting ever can't | try, Ocean I cannot measure, Such is ANANTHNATH'S treasure
પ્રસિધ્ધ તીર્થો : અયોધ્યા, સુરત, સ્થંભનપૂર સામાન્ય નામ અર્થ:
રત્નત્રયીથી
અનંત છે માટે ... વિશેષ નામ અર્થ: માતાએ અનંત મણિ-રત્નોથી સ્વપ્નમાં માળા જોઈ તેથી ...
toto
ગુજરાતી સ્તુતિ
જેઓ મુક્તિ નગર વસતા કાળ સાદિ અનંત, ભાવે ધ્યાવે અવિચલપણે જેહને સાધુ સંતઃ જેહની સેવા સુરમણિ પરે સૌમ્ય આપે અનંત, નિત્યે મ્હારા હૃદયકમલે આવજો શ્રી અનંતઃ
ગુજરાતી છંદ
સંઠાણ છે સમ સદા ચતુરાં તારું, સંઘેણ વૃષભાદિ દીપાવનારું અજ્ઞાન ક્રોધ મદ મોહ હર્યાં તમોએ, એવા અનંત પ્રભુને નમીએ અમોએ,
પ્રાર્થના
અનંતનાથ સ્વામી અવિકારી, અક્ષયપદથી યુક્ત બન્યા. જન્મજરા મૃત્યુના બંધનથી પ્રભુવર તમે મુક્ત બન્યા. સિંહસેન સુયશાના જાયા જગપૂજ્ય પાવનકારી અયોધ્યાના રાજા તુમ પર, સંઘ ચતુર્વિધ બલિહારી !
ચૈત્યવંદન
અનંત અનંત ગુણ આગરૂં, અયોધ્યાવાસી, સિંહસેન નૃપ નંદનો, થયો પાપ નિકાસી ........૧ માતા જનમીયો, ત્રીશ લાખ ઉદાર વરસ આઉખું પાલીયું, જિનવર જયકાર .......... લંછન સિંચાણા તણું એ, કાયા ધનુષ પંચાસ જિનપદ પદ્મ નમ્યા થકી, લહીયે સહજ વિલાસ...૩
સુજસા