________________
શ્રી શ્રેયાંસનાથ ભગવાનનું સ્તવન
સંવેદના શ્રી વિષ્ણુદેવીના પુત્ર, વિષ્ણુ રાજાના વંશના મોતી સમાન અને મોક્ષરૂપ લક્ષ્મીના ભત્સરિ એવા હે
શ્રેયાંસપ્રભુ ! તમે કલ્યાણને માટે થાઓ.
સમેતશિખર ટુંકનો દુહો સંકુલ ગિરિ ટુંક શ્રેયાંસનાથ, સમેતશિખર તીર્થ સાર; સિદ્ધા મુનિ કોડો અહીં, નમું પૂરું અનંતી વાર.
શ્રી શ્રેયાંસ જિન અંતરજામી, આતમરામી નામી રે. અધ્યાતમ મત પૂરણ પામી, સહજ મુક્તિ ગતિ ગામી રે, શ્રી. ૧ સયલ સંસારી ઈન્દ્રિયરામી, મુનિ ગુણ આતમરામી રેઃ મુખ્યપણે જે આતમરામી, તે કેવળ નિષ્કામી રે શ્રી. ૨ નિજ સ્વરૂપ જે કિરિયા સાધે, તેહ અધ્યાતમ લહિયે રે. જે કિરિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાતમ કહિયે રે શ્રી. ૩ નામ અધ્યાતમ ઠવણ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ છેડો રે ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે, તો તેહશું રઢ મંડો રે શ્રી. ૪ શબ્દ અધ્યાતમ અર્થ સુણીને, નિર્વિકલ્પ આદરજો રે શદ અધ્યાતમ ભજના જાણી, હાન ગ્રહણ મતિ ધરો રે શ્રી. ૫ અધ્યાત મજે વસ્તુ વિચારી, બીજા જાણ લબાસી રે વસ્તુ ગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મતવાસી રે શ્રી. ૬
જાપ : હ્રીં શ્રીં અહં શ્રેયાંસનાથાય નમઃ |
જપ ફળ : વશીકરણ થાય છે.
ભગવાન ૩ ભવ (૧) નલગુપ્ત રાજા (સમકિતની પ્રાપ્તિ) (તીર્થકર નામ કમ ગોત્ર ઉપાર્જન)
(૨) મહાશક દેવ (૩) શ્રેયાંસનાથ ભગવાન
થોય વિષ્ણુ જસ માત, જેહના વિષ્ણુ તાત, પ્રભુના અવદાત, તીન ભુવને વિખ્યાત, સુરપતિ સંઘાત, જાસ નિકટે આયાત, કરી કમનો ઘાત, પામીયા મોક્ષ શાત.
શ્રી શ્રેયાંસનાથ ભગવાનની પંચકલ્યાણક આરાધના ૧. ચ્યવન કલ્યાણક તિથિ - વૈશાખ વદ ૬ જાપ - ૐ હ્રીં શ્રેયાંસનાથાય પરમેષ્ઠિને નમઃ - ૨, જન્મ કલ્યાણક તિથિ • મહા વદ ૧૨ જાપ - ૐ હ્રીં શ્રેયાંસનાથાય અહત નમઃ ૩. દિક્ષા કલ્યાણક તિથિ : મહા વદ ૧૩ જાપ - ૐ હ્રીં શ્રેયાંસનાથાય નાથાય નમઃ જ, કેવલજ્ઞાન કલ્યાણક તિથિ - પોષ વદ અમાસ જાપ - ૐ હ્રીં શ્રેયાંસનાથાય સર્વજ્ઞાય નમઃ ૫, મોક્ષ કલ્યાણક તિથિ - અષાઢ વદ ૩ જાપ - ૐ હ્રીં શ્રેયાંસનાથાય પારંગતાય નમ: