________________
શ્રી ઋષભ જિનેન્દ્ર ચૈત્યવંદનમ્ (શાર્દૂલવિક્રીડિત - છE:) સદ્ભક્ત્યાનતોલિનિર્જરવરભ્રાજિષ્ણુ મૌલિપ્રભા, સંમિશ્રારુણદીપ્તિશોભચરણામ્ભોજન્દ્વયઃ સર્વદા । સર્વજ્ઞઃ પુરુષોત્તમઃ સુચરિતો ધમાર્થિનાં પ્રાણીનાં, ભૂયાદ્ભરિવિભૂતયે મુનિપતિ: શ્રીનાભિસૂનુર્જિનઃ || ૧ || સદ્બોધોપચિતા: સંદેવ દધતા પ્રૌઢપ્રતાપશ્ચિયો, ચેનાજ્ઞાનતમોવિતાનમખિલં વિક્ષિસમન્તઃ ક્ષણમ્ | શ્રીશત્રુંજય પૂર્વ શૈલશિખર ભારવાનિવોદ્ભાસયન, ભવ્યાોજહિતઃ સ એપ જયતુ શ્રીમારુદેવપ્રભુ: || ૨ || યો વિજ્ઞાનમયો જગત્પ્રયગુરુ ર્યં સર્વલોકાઃ શ્રિતાઃ, સિદ્ધિર્મેન વૃતા સમસ્તજનતા યમે નહિં તત્વતે, યસ્માત્મોહમતિર્ગતા મતિમૃતાં યસ્યેવ સેવ્યું વચો, યસ્મિન્ વિશ્વગુણાસ્તમેવ સુતરાં વન્દે યુગાદીશ્વરમ્ ॥ ૩ ॥
શ્રી આદિનાથ ભગવાન સ્તવન (રાગ : દરબારી)
તુમ દરિસણ ભલે પાયો, પ્રથમ જિન તુમ્. । નાભિનરેસર નંદન નિરૂપમ, માતા મરૂદેવીજાયો ॥ ૧ ॥ આજ અમીરસ જલધર વુઠો, માનુ ગંગાજલે નાહ્યો ! સુરતરૂ સુરમણિ પ્રમુખ અનુપમ, તે સવિ આજ મેં પાયો ॥ ૨ ॥ યુગલા ધર્મ નિવારણ તારણ, જગ જસ મંડપ છાયો । પ્રભુ તુજ શાસન વાસન સમકિત, અંતર પૈરી હરાયો કુગુરૂ કુદેવ કુધર્મની વાસે, મિથ્યામતમેં ફસાયો । મેં પ્રભુ આજ સે નિશ્ચય કીનો, સવિ મિથ્યાત્વ ગમાયો ॥ ૪ ॥ બેર બેર કરૂં વિનંતિ ઈતની, તુમ સેવા રસ પાયો । જ્ઞાનવિમલ પ્રભુ સાહિબ નજરે, સમકિત પૂરણ સવાયો ॥ ૫ ॥
॥ ૩ ॥
થોય
આદિ જિનવર રાયા, જાસ સોવન્ન કાયા, મરૂદેવી માયા, ધોરી લંછન પાયા, જગત સ્થિતિ નિપાયા, શુદ્ધ ચારિત્ર પાયા, કેવલ સિરિરાયા, મોક્ષ નગરે સિધાયા. સંવેદના
હે નાથ ! જેઓ વિશ્વને અનુગ્રહ કરનારી તમારી દેશનાને સંભારે છે તે ભવ્ય પ્રાણીઓને હજુ પણ તમે સાક્ષાત જ છો, જેઓ તમારું રૂપસ્થ એવું ધ્યાન કરે છે એવા મહાત્માઓને પણ તમે પ્રત્યક્ષ જ છો. હે પરમેશ્વર ! જેવી રીતે મમતા રહિત એવા તમે આ સર્વ સંસારનો ત્યાગ કર્યો તેવી રીતે હવે કદાપિ મારા મનનો ત્યાગ કરશો નહિ.
સમેતશિખર ટુંકનો દુહો
ૠષભદેવ અષ્ટાપદે સિદ્ધા સિદ્ધિ દેનાર;
સમેતશિખર પર ટુંક તસ, નમું પૂજું અનંતી વાર.
જાપ : ૐ હ્રીં શ્રીં અહં ઋષભદેવાય નમઃ || જાપ ફળ : ભય નિવારણ થાય છે. ભગવાન ઋષભના પૂર્વના ૧૩ ભવ
(૧) ધન સાર્થવાહ (સમકિતની પ્રાપ્તિ) (૨) ઉત્તરકુરુમાં યુગલિક (૩) સૌધર્મ દેવલોક (૪) મહાવિદેહમાં મહાબલ રાજા (૫) લલિતાંગકુમાર (દેવ) (૬) વજંઘરાજા (૭) યુગલિક (૮) સૌધર્મ દેવલોક (૯) જીવાનંદ વૈધ (૧૦) અચ્યુત દેવલોક (૧૧) મહાવિદેહમાં વજ્રનાભ (તીર્થકર નામ કર્મ ગોત્ર ઉપાર્જન) (૧૨) સથિસિદ્ધ વિમાનદેવ (૧૩) ૠષભદેવ
શ્રી આદિનાથ ભગવાન પંચકલ્યાણક આરાધના
૧. ચ્યવન કલ્યાણક તિથિ - જેઠ વદ ૪ જાપ - ૐ હ્રી આદિનાથાય પરમેષ્ઠિને નમઃ ૨. જન્મ કલ્યાણક તિથિ - ફાગણ વદ ૮ જાપ - ૐ હ્રી આદિનાથાય અર્હત નમઃ ૩. દિક્ષા કલ્યાણક તિથિ - ફાગણ વદ ૮ જાપ - ૐ હ્રીં આદિનાથાય નાથાય નમઃ ૪. કેવલજ્ઞાન કલ્યાણક તિથિ - મહા વદ ૧૧ જાપ - ૐ હ્રી આદિનાથાય સર્વજ્ઞાય નમઃ ૫. મોક્ષ કલ્યાણક તિથિ - પોષ વદ ૧૩ જાપ - ૐ હ્રી આદિનાથાય પારંગતાય નમઃ પ્રસિદ્ધ સ્તોત્ર શ્રી ભક્તામર મહાસ્તોત્ર
૧૩