________________
શ્રી આદિનાથ ભગવાન વિશિષ્ટ આરાધના
સંસ્કૃત સ્તુતિ
आदिमं पृथिवीनाथ- मादिमं निष्परिग्रहम् । आदिमं तीर्थनाथं च ऋषभस्वामिनं स्तुमः ॥
અર્થ : પ્રથમ પૃથ્વીના પતિ (રાજા), પ્રથમ પરિગ્રહ ત્યાગી-સાધુ અને પહેલા તીર્થંકર એવા ૠષભ સ્વામીની અમે સ્તુતિ કરીએ છીએ. હિન્દી સ્તુતિ
सुख करण स्वामी जगत नामी, आदि करता दुख हरं । सुर इन्द चन्द फनिन्द वन्दत, सकल अघहर जिनवरं । प्रभु ज्ञान सागर गुन हि आगर, आदिनाथ जिनेश्वरं । सब भविकजन मिल करो पूजा जपो नित परमेश्वरं ॥
મરાઠી સ્તુતિ
सदा सर्वदा योग तुझा घडावा तुझे कारणी देह माझा पडावा उपेक्षु नको गुणवंता अनंता आदिनाथा ! मागणे हेचि आता
અંગ્રેજી સ્તુતિ
A for O My ADINATH Be with me in every Path Never forget naughty son, You are father Super One.
પ્રસિધ્ધ તીર્થો : ઉપરિયાળાજી, શત્રુંજય, આબુ, રાણકપુર, અગાસી ઝગડીયા, અયોધ્યા, કેશરીયાજી, કાવી,
જેણે કીધી સકલ જનતા નીતિને જાણનારી, ત્યાગી રાજ્યાદિક વિભવને જે થયા મૌનધારી
વ્હેતો કીધો સુગમ સબળો મોક્ષનો માર્ગ જેણે, વન્દુ છું તે ૠષભ જિનને ધર્મ-ધોરી પ્રભુને.
ગુજરાતી છંદ
શ્રી તીર્થરાજ વિમલાચલ નિત્યવંદો, દેખી સદા નયનથી જિમ પૂર્ણચંદો, પૂજે મલી સુરવરો નરનાથ જેને, ધોરી સદા ચરણ લંછન માંહિ જેને; શ્રેયાંસના ઘર વિષે રસ ઈસુ પીધો, ભિક્ષાગ્રહી નિજ પ્રપૌત્ર પવિત્ર કીધો; માતા પ્રતિ વિનય ભાવ ધરી પ્રભુએ, અપ્યું અહો પરમ કેવલ શ્રીવિભુએ.
પ્રાર્થના
અષ્ટાપદ, કુલપાક સામાન્ય નામ અર્થ : મહાવ્રતોની ધૂરાને ધારણ કરે છે માટે... વિશેષ નામઅર્થ : માતાજીએ પ્રથમ સ્વપ્રમાં બળદ જોયો માટે... પ્રથમ રાજા, પ્રથમ સાધુ, પ્રથમ તીર્થંકર
૧૨
ગુજરાતી સ્તુતિ (રાગ મંદાક્રાન્તા)
ધર્મ સંસ્કૃતિના સ્થાપકશ્રી, આદિનાથ પ્રભુ વીતરાગી કેવળજ્ઞાન મેળવવા કાજે, સુખ-સંપત્તિ સઘળી ત્યાગી, નાભિનંદન મરૂદેવા માતાના હતા જે દુલારા
પ્રથમ તીર્થંકર ઋષભદેવના ચરણે નમન અમારા.
ચૈત્યવંદન
આદિદેવ
અલવેસરુ, વિનીતાનો રાય, નાભિરાયાં કુલ મંડણો, મરુદેવા માય. ૧ પાંચશે ધનુષ્યની દેહડી, પ્રભુજી પરમ દયાળ, ચોરાશી લાખ પૂર્વનું, જસ આયુ વિશાલ ૨ વૃષભલંછન જિન વૃષ ધરુએ ઉત્તમ ગુણમણિ ખાણ તસ પદપદ્મ સેવક થકી, લહીએ અવિચળ ઠાણ, ૩