________________
પંચ કલ્યાણકની રૂપરેખા
દિક્ષા કલ્યાણક
અદ્ભૂત ત્યાગ ધારક તીર્થંકર પરમાત્મા જ્યારે માતાજી કુક્ષીમાં આવે છે. ત્યારથી નિર્મળ શુધ્ધમતિ શ્રુત અને અવિધજ્ઞાનના સ્વામી હોવાથી સ્વયં દિક્ષાનો સમય જાણે છે. છતા પણ પરમ્પરા અને આચાર મર્યાદાને કારણે નવલોકાન્તિક દેવોની પ્રાર્થના તથા તીર્થ પ્રવર્તનની વિનંતીથી ભગવાન એક વર્ષ સુધી દરરોજ એક કરોડ આઠ લાખ સોના મહોરનું દાન કરી જગતના જીવોનું દુઃખ દરિદ્રતા દૂર કરે છે. અને સર્વે વિરતિ ધર્મ (સંયમ) નો સ્વીકાર કરે છે. તેને દિક્ષા કલ્યાણક કહેવાય છે.
કેવલજ્ઞાન કલ્યાણક
ભૌતિક · સુખ । વૈભવનો ત્યાગ કરી અરિહન્ત પરમાત્મા આ પાવન ભૂમી ઉપર ભારંડ પક્ષીની જેમ અને ભય વિના સિંહની જેમ વિહાર કરે છે. સંયમ પાળતી વખતે કર્મ સત્તાની સામે પરિષહ સેનાને જીતે છે. ઉપસર્ગ કેવા પણ કેમ ન હોય ? અંશ માત્ર પણ વિચલીત થતા નથી, અને તેમની ધ્યાનસ્થ મુદ્રામાં ઉભા જ રહે છે. નિંદ્રાનો ત્યાગ કરી સંયમ સાધનામાં રહી ઘાતી કર્મોનો નાશ કરી, આત્માને અનન્ત ગુણ રૂપ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. દેવતા સમવસરણની રચના કરે છે. તેને કેવળજ્ઞાન કલ્યાણક કહે છે.
૧૬૦