________________
પંચ કલ્યાણકની રૂપરેખા ધ્યવન કલ્યાણક
પરમ કૃપાસિંધુ અનન્ત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માનો દેવલોક અથવા નરકગતિનું આયુષ્ય પુરા થયા બાદ મનુષ્ય ગતિમાં માતાજીના કુક્ષીમાં અવતરણ થાય છે, તેને ચ્યવન કલ્યાણક કહે છે. યવન સમયે માતાને અરિહંત પરમાત્માના જન્મનો સંકેત આપવાવાળા ૧૪ મહા સ્વપ્નોના દર્શન થાય છે, અરિહંત પરમાત્માના ચ્યવન સમયે ત્રણલોકમાં આનંદ છવાઈ જાય છે. નારકીના જીવોને પણ એક ક્ષણ માટે શાંતિનો અનુભવ થાય છે. ઈન્દ્રલોકમાં ઈન્દ્રોના આસન ચલાયમાન થાય છે, અને ઈન્દ્રાદિક દેવતાઓ પ્રભુજીનું ચ્યવન થયું તે જાણી ઉત્સવ મનાવે છે. ચ્યવન કલ્યાણક એટલે આત્માનો આ સંસારમાં છેલ્લો ભવ. એટલે કે માતાની કુક્ષીથી છેલ્લો જન્મ અને આ ભવની માતા સાથે નો છેલ્લો સંબધ, આ ધ્યાનમાં રાખી આપણે ચ્યવન કલ્યાણનો ઉત્સવ મનાવવો જોઈએ, જેથી આપણા આત્માને પણ ફરીથી માતાની કુક્ષીમાં આવવું ન પડે.
જન્મ કલ્યાણક
અનન્ત ઉપકારી અરિહંત પરમાત્માને પણ કર્મગતિને કારણે જન્મ સમયનું દુઃખ સહન કરવું પડે છે, પરંતુ આ દુ:ખ અનેક ભવ્યાત્માઓના હિત માટે છે. ચ્યવન પછી ગર્ભાધાનનો સમય પૂરો થતા ત્રણ લોકના નાથનો જન્મ થાય છે. તે સમયે ત્રણ લોકમાં આનંદ-ઉત્સાહ ફેલાઈ જાય છે. નરકના જીવોને પણ ક્ષણ માટે શાંતિ અનુભવાય છે. દેવલોકમાં રહેનારી (છપ્પન) દિક્કુમારીકા તેમના જ્ઞાન વડે પ્રભુજીનો જન્મ થયો તે જાણી ત્યાં આવે છે અને સુતિ કર્મ કરે છે. તેમજ ૬૪ ઈન્દ્રો પરિવાર સહિત મેરૂગિરિ પર આવેલી પાન્ડશિલા ઉપર જન્મોત્સવ મનાવે છે તે માટે તેને જન્મ કલ્યાણક કહે છે. આ પછી પરમાત્મા અરિહંત ભગવાન નો જન્મ થતો નથી. આપણે પણ એવી ભાવના ભાવીએ કે જન્મના દુઃખનો સંપૂર્ણ ક્ષય (નાશ) થાય.
(૧પ૯)