________________
૧૦ જળસુગંધ
૧૧.પક્ષી
૧૨.પવન
તીર્થંકર પરમાત્મા જ્યાં વિચરે એ ભૂમિને સુગંધિત જળથી દેવતા પવિત્ર કરે.
પક્ષી પણ પરમાત્માને પ્રદક્ષિણા આપે તો મનુષ્યની વાત જ શી ?
વાયુકુમારના દેવ પવનને અનુકુળ સુગંધમય બનાવે તો પંચેન્દ્રિય જીવમાં દુષ્ટતા રહે જ કેમ ? વૃક્ષ પણ નમી ધન્યતા અનુભવે તો મિથ્યાદ્રષ્ટિના મસ્તક વ્યર્થ છે.
ક્રોડો દેવો, ઇન્દ્રો સેવા કરે.
૧૩ વૃક્ષ
૧૪ દેવ
તીર્થંકર ભગવાન અને ભક્ત વચ્ચેના સંબંધ સર્વ પ્રથમ દાસ (દાસત્વ) ભાવે જન્મે, બાદ મિત્ર ભાવે કાળક્રમે પરિણમે અને અંતે સોડહમના જેવા વિચારોથી પૂર્ણતાને પામે.
વર્ષિદાન : (દિક્ષાપૂર્વે એક વર્ષ સુધી તીર્થંકર ભગવાન આપે)
રોજ ૧ કરોડ ૮ લાખ સુવર્ણ મુદ્રાનું સૂર્ય ઉદયથી દાન આપે. એક વર્ષમાં ૩૮૮ કરોડ ૮૦ લાખ સુવર્ણ મુદ્રાનું દાન આપે. ભગવાન દાન આપતા શ્રમીત ન થાય એવા પ્રકારની શક્તિનો સંચય ભક્તિથી સૌધર્મ ઇન્દ્ર કરે. (પોતે પણ ભવ્યત્વની છાપ માટે થોડું સ્વીકારે)
ઇશાનેન્દ્ર - રત્નજડીત છડી લઈ ઉભા રહે જેથી યાચક ભાગ્ય પ્રમાણે યાચના કરે.
•
ચમરેન્દ્ર અને બલીન્દ્ર ભગવાનની મુઠ્ઠીમાં યાચકની ઇચ્છાથી ઓછું કે અધિક હોય તો ભાગ્યાનુસાર જ કરી દે. ભવનપતિ - ભરતક્ષેત્રમાંથી માણસોને સંવત્સરી દાન પ્રાપ્ત કરવા ઉપાડી લાવે.
♦ જ્યોતિષિઓ - વિદ્યાધરોને પ્રભુ પાસે લાવી દાન ગ્રહણ કરાવે. દાન આપવા લાયક દ્રવ્યો
૧૪૫
વાણવ્યંતર - દાન લેવા આવેલા યાચકોને પોતાના સ્થાને પાછા પહોંચાડી દે.
૭ ગણીને - શ્રીફળાદિ ♦ તોલીને - ગોળ ખાંડાદિ ૭ માપીને - ઘી, તેલાદિ ૭ જોઇને - હીરા, માણેકાદિ કુબેરની આજ્ઞાથી તિર્ય ંભક દેવો ગામ- નગર - કુવા - વાવ - તળાવ - ગુફા - જંગલ - ખેતર - આદિ સ્થળે છુપાવેલ નધણિયાતા ધનને વર્ષિદાનમાં વાપરવા માટે લાવીને રાજભંડારમાં ભરે.
દાન લેનારને અમુક સમય સુધી આધિ વ્યાધિ- વ્યાધિ - ઉપાધિ - રાગ - દ્વેષ ન થાય.