________________
સમવસરણ : (જેમાં બિરાજી દેશના આપે તે) ♦ ચાર નિકાયના દેવો ગોળ કે ચતુષ્કોળવાળુ સમવસરણ બનાવે. મેઘકુમારના દેવો જમીન - ઉપર સુગંધી જલની વૃષ્ટિ કરે. વ્યંતરદેવો સુવર્ણ - રત્નમયી શિલાથી પૃથ્વીતળને જડે તથા સુગંધીત પંચવર્ણી પુષ્પોની જાનુ પ્રમાણ વૃષ્ટિ કરે. રત્નમણિ તોરણ બાંધે, અષ્ટમંગળ પ્રગટાવે, ધ્વજા-છત્ર બાંધે.
♦ વાયુકુમારના દેવો પવન-વિકુર્તી ભૂમિને કાંટા-કાંકરા વિ. થી રહિત (શુદ્ધ) કરે.
♦ ભવનપતિના દેવો મધ્યમાં મણિપીઠ રચી પ્રથમગઢ રૌપ્યમય ૧૦ હજાર પગથિયાવાળો વાહણો માટે બનાવે.
જ્યોતિષીદેવો બીજો સુવર્ણમય ગઢ ૫ હજાર પગથિયાવાળો બનાવે.
વૈમાનિકદેવો ત્રીજો રત્નમય ગઢ પ હજાર પગથિયાવાળો બનાવે. ♦ સમવસરણમાં ચારે દિશામાં ચાર ચાર (૪૪૩) કુલ ૧૨ દરવાજા હોય.
દરેક દરવાજે મરકત મણિમયતોરણો અને કુંભો શોભતા હોય છે. ♦ સુવર્ણમય કળશાઓથી શોભિત દરેક દરવાજે વાવડી હોય. ૦ ૧-૩ ગઢના દ્વારે ૨/૨ દેવો અને બીજા ગઢ ઉપર ૨/૨ દેવીઓ હોય.
ગઢ-૧
:
પૂર્વમાં - તુંબર દેવ ઉત્તર - જટામુગુટ દેવ
દક્ષિણ - પટવાંગ દેવ પશ્ચિમ - કપીલી દેવ
-----
૧૪૬
ગઢ-૨
ગઢ-૩
પૂર્વમાં - જયા દેવી ઉત્તર અપરજિતા શ્વેત - શસ્ત્ર - અભય નીલ - શસ્ત્ર- મકર : પૂર્વમાં - સોમ દ્વારપાલ ઉત્તર - કુબેર દ્વારપાલ
દક્ષિણ -વિજ્યાદેવી પશ્ચિમ- અજિતાદેવી રક્ત - શસ્ત્ર - અંકુશ પીત - શસ્ત્ર - પાશ દક્ષિણ - યમદ્વારપાલ પશ્ચિમ - વરૂણ દ્વારપાલ
દરેક દ્વાર પાસે સ્ફટિક રત્નમય ધર્મચક્ર હોય.
૭૦ ચારે દિશામાં ૧-૧ યોજન પ્રમાણે ઉંચો ધ્વજ (પૂર્વમાં ધર્મધ્વજ, દક્ષિણમાં માનવધ્વજ, પશ્ચિમમાં ગજધ્વજ, ઉત્તરમાં સિંહધ્વજ) અને આકાશમાં દેવ દુંદુભિ નાદ થતો હોય.
બીજા ગઢની મધ્યમાં ઇશાન ખૂણામાં પ્રભુને બેસવા માટે દેવછંદો હોય
વ્યંતરદેવો ત્રીજા ગઢની મધ્યમાં પ્રભુના શરીરથી બાર ગુણા પ્રમાણવાળા ઉંચા ચૈત્ય (અશોક) વૃક્ષ રત્નમય પાદપીઠ સહિતનું સિંહાસન ચારે દિશામાં ૨/૨ ચામરધારી અને પ્રભુની ઉપર ત્રણ ત્રણ છત્ર રાખે.
સમવસરણ જોઇ કેવળજ્ઞાન પામનાર - મરૂદેવા માતા તથા ૫૦૦
તાપસ.
સમવસરણની શોભા નીકળી = ઇન્દ્રભૂતિ તરી ગયા.
પ્રભુ મૂળ સ્વરૂપે પૂર્વ દિશામાં અને બાકીની ત્રણ દિશામાં પ્રભુના સ્વરૂપ જેવા જ પ્રતિબિંબો વ્યંતરદેવો સ્થાપે.